પ્રવચન નહિ પણ પ્રયોગથી આલયજી ના નેજા હેઠળ “નવા દ્રષ્ટિકોણ” શીબીરનું ભવ્ય આયોજન

Surat News updates: “એક જાગૃતતા રેલી – એક હજાર સાધક, એક ઉદ્દેશ અને એક સંદેશ” આ શીર્ષક હેઠળ એક વિશાળ કાર્યક્રમ આયોજિત થયો હતો. કતારગામ (Surat News updates) ખાતે સાંજે પાંચ વાગ્યાની આજુબાજુ શરૂ થઇ હતી. તેમજ રેલીનોકંથારિયા હનુમાનજી મંદિરની સામે આ રેલીને પૂર્ણ કરવામાં આવી હતી.

આ રેલીનું આયોજન માટેનો હેતુ 17 થી 22 મેની શિબિરની જાગૃતતા ફેલાવવાનો હતો. નાની વેડના પીએમ ભગતના ફાર્મમાં આ શિબિર યોજાશે. જેમાં “સમ્યક આહાર, સમ્યક વ્યાયામ, સમ્યક નિંદ્રા અને સમ્યક ધ્યાન” ના સૂત્ર અને પ્રયોગ કરાવવામાં આવશે ,તે 17 મે થી 22 મેની વચ્ચે, દરરોજ સવારે 5:30 થી 7:30 સુધી યોજાશે અને પછી 18થી20 પ્રકારનો સ્વાસ્થ્યવર્ધક નાસ્તો વિતરણ કરવામાં આવશે.

આલય જી કે જેમનો 30 વર્ષનો અનુભવ છે, તે સ્વયં આ શિબિરમાં અંતિમ ત્રણ દિવસોમાં મનની શક્તિઓને જાગ્રત કરનારા ગેહરા પ્રયોગો કરાવશે.

તેની તૈયારી સ્વરૂપે હજારો સાધકો સફેદ ગરીમાપૂર્ણ વસ્ત્રો પહેરીને મૌનમાં બંને હાથે જોડીને એક પદયાત્રા કરી હતી, સાથે જ કતારગામના વિસ્તારોમાં જઈને પ્રવૃત્તિઓના માધ્યમથી એક અનોખો સંદેશ પહોંચાડ્યો – કે દરેક ઘરમાં આરોગ્ય, પ્રેમ અને આનંદ કેવી રીતે વધી શકે.