ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કુલના ધોરણ 12ના વિદ્યાર્થીઓએ વગાડ્યો ડંકો, A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓએ રેકોર્ડ તોડ્યો

The Radiant International School Board Result: સુરત ખાતે જહાંગીરાબાદ અડાજણ સ્થિત શાળા ધી રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કુલનાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓએ (The Radiant International School) તારીખ 05/05/2024 ને સોમવારના રોજ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરેલ ફેબ્રુઆરી/માર્ચ-2025ના બોર્ડ પરિણામમાં ધોરણ 12 સાયન્સના પરિણામમાં 07 વિદ્યાર્થીઓએ A1 અને 19 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા અને 12 કોમર્સના પરિણામમાં 09 વિદ્યાર્થીઓએ A1 અને 37 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી અભૂતપૂર્વ દેખાવ કરીને સર્વોતમ્ પરિણામ મેળવી સમગ્ર સુરતમાં અને ગુજરાતમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાથે સાથે જયારે આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજકેટનું પણ પરિણામ જાહેર થયું છે ત્યારે શાળાનો વિદ્યાર્થી પટેલ જૈમીન જયંતિભાઈએ 120 માર્કમાંથી 111.25 માર્ક મેળવ્યા હતા.

શાળામાં હંમેશા દરેક વિદ્યાર્થીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે“ માર્કશીટના નહિ સફળતાના સરતાજ બનો” અને એજ બાબતને ધ્યાને રાખી શાળાના 350 વિદ્યાર્થીએ બોર્ડ પરિણામમાં અદભુત સફળતા મેળવી છે. શાળાના શિક્ષકોની ટીમના અથાગ પ્રયત્નો થકી ફેબ્રુઆરી/માર્ચ 2025માં સાયન્સ વિભાગમાં પટેલ મિત અલ્પેશભાઈ A1 ગ્રેડ અને 99.88 PR મેળવી શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે તેમજ કોમર્સ વિભાગમાં ભાયાણી ધાર્મી પીયુશભાઇ A1 ગ્રેડ અને 99.30 PR મેળવી શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે

A1 ગ્રેડ મેળવેલ “સાયન્સના” વિદ્યાર્થી

શાળાના કુલ ૫૬ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા હતા જેમાં 12 સાયન્સ માં 19 વિદ્યાર્થી અને 12 કોમર્સમાં 37 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યા હતા. આ ઉપરાંત 1 વિદ્યાર્થીએ 110થી વધુ માર્ક ગુજકેટ પરિક્ષામાં મેળવ્યા હતા.

ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાત બોર્ડ એ ફરી એક વખત સાબિત કરી બતાવ્યુ છે કે આ શાળાએ રમત-ગમત ની સ્પર્ધાઓમાં રાજ્યકક્ષા તથા નેશનલ કક્ષાએ શ્રેષ્ઠ પુરસ્કારો મેળવેલ છે તેની સાથે સાથે શાળાના બોર્ડ પરિણામમાં પણ હાર માને તેમ નથી. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આ પરિણામમાં સમગ્ર સુરતમાં ધોરણ 12 સાયન્સ અને કોમર્સના પરિણામમાં પણ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ નામાંકિત શાળા છે તેમજ ધોરણ 12 માં સતત 5 વર્ષ થી 99% થી વધુ પરિણામ અને છેલ્લા ૨ વર્ષથી 100 % બોર્ડ પરિણામ લાવી વિદ્યાર્થીના ઉચ્ચ ધ્યેય પૂર્ણ કરવામાં અને વાલીના સેવેલા સ્વપ્ન પૂર્ણ કરવામાં શાળાએ અથાગ પ્રયત્ન કરેલ છે.આ સાથે 12 સાયન્સમાં 40 વિદ્યાર્થીઓએ 90 PR થી વધુ મેળવેલ છે જયારે 12 કોમર્સમાં 32 વિદ્યાર્થીઓએ 90 PR થી વધુ મેળવેલ છે તેમજ સાયન્સ અને કોમર્સવિભાગ થઇને શાળામાંથી 27 વિદ્યાર્થીઓ 85% PR થી વધુ ગ્રેડ સાથે ઉતીર્ણ થયેલ છે.

આ શાળાએ આગળનાં બધા રેકોર્ડ તોડીને મોટી સિધ્ધિ પ્રાપ્ત કરીને વાલી અને વિદ્યાર્થીના વિશ્વાસને જીતવા બદલ શાળાના વાઈસ ચેરમેન જીગ્નેશભાઈ માંગુકિયા અને મેનેજિંગ ટ્રસ્ટી કિશનભાઈ માંગુકિયા દ્વારા શાળાના ડાઇરેક્ટર આશિષભાઈ વાઘાણી ,ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય ડૉ. વિરલ નાણાવટી અને અંગ્રેજી માધ્યમના આચાર્ય માલકમ પાલીયાને “શાળાની અને શિક્ષકો ની જ્વલંત સફળતા”માટે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે ધોરણ-12ના તમામ વિદ્યાર્થી, વાલીમિત્રો ને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી. આ સાથે વિદ્યાર્થીઓમાં આવો જ જુસ્સો અડગ રહે તે માટે બોર્ડ-2025ના પરિણામમાં A1 ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીને તેમની ભરેલ ફી પરત કરી “વિદ્યાર્થી મેહનત દક્ષિણા” આપવામાં આવશે. તથા વિદ્યાર્થીઓ જીવનમાં બીજી ઘણી સિધ્ધિઓ હાંસલ કરે તેવી પ્રેરણા સાથે ગુલાબપુષ્પ અને મીઠાઈ ખવડાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.