Donald Trump News: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વેચ્છાએ અમેરિકા છોડનારા ગેરકાયદે પ્રવાસીઓને 1000 ડોલર તેમજ થતો મુસાફરી ખર્ચમાં સહાય (Donald Trump News) આપશે. અમેરિકામાં રહેતાં ગેરકાયદે પ્રવાસીઓ સ્વેચ્છાએ સામૂહિક ધોરણે પોતાના વતન સરળતાથી પહોંચી શકે તે હેતુ સાથે ટ્રમ્પે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.
હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે આ અંગે માહિતી આપી હતી કે, DHSએ ગેરકાયદે રહેતા વિદેશીઓને સીબીપી એપ મારફત પોતાના વતન પરત મોકલવા માટે નાણાકીય અને મુસાફરી સહાયતા પ્રદાન કરવાની એક ઐતિહાસિક તક જાહેર કરી છે. કોઈપણ ગેરકાયદે વસવાટ કરતો પ્રવાસી સ્વેચ્છાએ જ સીબીપી હોમ એપનો ઉપયોગ કરી પોતાના વતન જવાની તૈયારી દર્શાવે છે તો, તેને 1000 ડોલરનું સ્ટાઈપેન્ડ (વળતર) મળશે. જેની ચૂકવણી તેના સ્વદેશ પહોંચ્યાની ખાતરી થયા બાદ થશે.
ડિપોર્ટેશન ખર્ચ 70 ટકા ઘટશે
મીડિયા રિપોર્ટ અનુસાર, આ વળતરનો ખર્ચ થતો હોવા છતાં અમેરિકાની સરકાર દ્વારા હાથ ધરાયેલી ડિપોર્ટેશનની કવાયતના ખર્ચમાં 70 ટકા સુધીનો ઘટાડો થશે. હાલ અમેરિકાની સરકારને એક ગેરકાયદે રહેતાં પ્રવાસીની ધરપકડ, અટકાયત તથા તેને ડિપોર્ટ કરવાનો ખર્ચ 17121 ડોલર છે.
એપની મદદથી સ્વેચ્છાએ લોકો પરત ફરવા પર સરકાર 1000 ડોલર તેમજ ટિકિટ ખર્ચ ચૂકવશે. જે તેના ડિપોર્ટેશન ખર્ચ કરતાં અનેકગણો ઓછો છે. હોમલેન્ડ સિક્યોરિટીના સચિવ ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે, જો તમે ગેરકાયદે અમેરિકામાં વસવાટ કરી રહ્યા છો, તો આ ધરપકડથી બચવા અને અમેરિકા છોડવા માટેની સર્વોત્તમ તક છે. જેમાં સૌથી સુરક્ષિત અને સારી રીતે તમે અમેરિકા છોડી શકો છો.
DHS is now offering illegal aliens financial travel assistance and a stipend to return to their home country through the CBP Home App.
If you are here illegally, self-deportation is the best, safest and most cost effective way to leave the United States to avoid arrest. pic.twitter.com/IFBFYGB0jA
— Homeland Security (@DHSgov) May 5, 2025
ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ
ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખનું પદ સંભાળ્યા બાદથી અમેરિકા ફર્સ્ટ નીતિ પર જોરશોરથી કામ શરૂ કર્યા છે. જેમાં તેમણે ગેરકાયદે વસતાં વિદેશીઓને હાંકી કાઢવાની મોટાપાયે કવાયત હાથ ધરી છે. અને તેમાં સફળ રહ્યા હોવાનો દાવો તેમણે પોતે જ મિશિગનમાં યોજાયેલી એક રેલીમાં કર્યો હતો. એક રિપોર્ટમાં જણાવાયું હતું કે, એક ક્ષેત્ર જ્યાં સરકાર પોતાના વર્તમાન લક્ષ્યો પૂરા કરવામાં નિષ્ફળ રહી હોય, ત્યાં ડિપોર્ટેશનનું પ્રમાણ વધુ હોય છે. લોકોને ટ્રમ્પનો આ દ્રષ્ટિકોણ પસંદ આવ્યો નથી. તેમને લાગી રહ્યું છે કે, તેઓ કોઈપણ યોગ્ય કાર્યવાહી વિના લોકોને ડિપોર્ટ કરી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App