IPL 2025 GT vs MI: આઈપીએલ 2025ની 56મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 6 મે ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં (IPL 2025 GT vs MI) રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં મુંબઈ 11 મેચ રમ્યું છે. જેમાં 7 મેચમાં વિજય મેળવ્યો છે અને 4 મેચમાં પરાજય થયો છે. જ્યારે ગુજરાતનો 10 મેચમાંથી 7 મેચમાં વિજય થયો છે અને 3 મેચમાં પરાજય થયો છે.
મુંબઈ ઇન્ડિયન્સ વિ ગુજરાત ટાઇટન્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો ગુજરાતનું પલડું સહેજ ભારે છે.આઈપીએલમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 6 મેચો રમાઇ છે. જેમાં 4 મેચમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો છે. જ્યારે 2 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 233 અને લોએસ્ટ સ્કોર 168 રન છે. જ્યારે મુંબઈનો હાઇએસ્ટ સ્કોર 218 છે અને લોએસ્ટ સ્કોર 152 રન છે.
છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ
આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ગુજરાત ટાઇટન્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી ગુજરાતનો ત્રણેય મેચમાં વિજય થયો છે. મુંબઈ એકપણ મેચ જીતી શક્યું નથી. 2025ની સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં બન્ને વચ્ચે મેચ રમાઇ હતી તેમાં ગુજરાતનો વિજય થયો હતો.
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
મુંબઈ ઇન્ડિયન્સ: રેયાન રિકલ્ટન, રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, કોરબીન બોચ, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, જોસ બટલર, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, રાશિદ ખાન, વોશિંગ્ટન સુંદર, સાંઇ કિશોર, મોહમ્મદ સિરાજ, ગેરાલ્ડ કોત્ઝે, પ્રસિદ્ધ ક્રિષ્ના.
ગુજરાત ટાઇટન્સના મુખ્ય રેકોર્ડ્સ:
શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે કારણ કે તેણે છેલ્લી પાંચ મેચોમાંથી ચારમાં અડધી સદી ફટકારી છે – છેલ્લી 5 ઇનિંગ્સ, 4 અડધી સદી, 317 રન, 63.40 સરેરાશ, 170.43 સ્ટ્રાઇક-રેટ.
ગુજરાત ટાઇટન્સે આ સિઝનમાં અત્યાર સુધી પાવરપ્લેમાં માત્ર 6 વિકેટ ગુમાવી છે – 92.33 સરેરાશ, 153.89 સ્ટ્રાઇક-રેટ.
GT ના ટોપ ઓર્ડર (ઓપનર્સ અને નંબર 3) એ આ સિઝનમાં અત્યાર સુધીમાં ટીમના 76% રન બનાવ્યા છે જે કોઈપણ ટીમ માટે સૌથી વધુ છે.
શુભમન ગિલે MI વિરુદ્ધ GT મેચમાં સૌથી વધુ રન બનાવ્યા છે – 312 રન, 52 સરેરાશ, 165.96 સ્ટ્રાઇક-રેટ, 2 અડધી સદી અને 1 સદી.
જોસ બટલરને મુંબઈ ઇન્ડિયન્સ સામે રમવાનું ખૂબ ગમે છે – 591 રન, 53.73 સરેરાશ, 4 અડધી સદી અને 1 સદી.
આ IPLમાં અત્યાર સુધી GT મધ્યમ ઓવરોમાં શ્રેષ્ઠ બેટિંગ ટીમ રહી છે – 16 આઉટ (ઓછામાં ઓછા), 59.31 સરેરાશ અને 158.21 સ્ટ્રાઇક-રેટ (શ્રેષ્ઠ). આ સિઝનમાં મધ્ય ઓવરોના તબક્કામાં પ્રખ્યાત કૃષ્ણનો ઇકોનોમી રેટ 6.25 છે – 11 વિકેટ, સરેરાશ 13.64 અને 13.09 સ્ટ્રાઇક-રેટ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App