Gujarat strike on Bangladeshi: જમ્મુ-કાશ્મીરમાં પહલગામ હુમલાના બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ હતી. આ હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે રહેતા ઘુસણખોરો (Gujarat strike on Bangladeshi
) સામે સરકારે લાલ આંખ કરી હતી. જેને લઈને અમદાવાદના ચંડોળા સહિત રાજ્યના અનેક જિલ્લામાંથી ઘુસણખોરોને વીણી-વીણીને શોધી કાઢ્યા હતાં. ત્યારબાદ તેમના ગેરકાયદે રહેઠાણો પર પણ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. એવામાં હવે રાજ્યભરમાંથી પકડેલાં 300 જેટલાં બાંગ્લાદેશીઓના ડિપોર્ટેશનની કવાયત હાથ ધરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બાંગ્લાદેશીઓને એરક્રાફ્ટ મારફતે તેમના દેશ પરત મોકલી દેવાયા છે.
અમદાવાદ-સુરતમાંથી ઝડપાયા બાંગ્લાદેશી
ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડવા માટે અમદાવાદ, સુરત જેવા જિલ્લામાં આપરેશન હાથ ધરાયું હતું. આ ઓપરેશનનમાં અમદાવાદમાંથી 800 અને સુરતમાંથી 134 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતાં. આ તમામની અટકાયત કરી તેમના દસ્તાવેજો તપાસતા તેઓ બાંગ્લાદેશ છે અને ગેરકાયદે ઘુસણખોરી કરી રહેતા હતાં.
તેની પુષ્ટિ કરાઈ હતી. સુરતના 134માંથી 90 વ્યક્તિએ ગેરકાયદે ઘુસણખોરી કરી હોવાની પુષ્ટિ થઈ હતી. બીજી બાજું અમદાવાદમાં 800માંથી 200 જેટલા લોકો ગેરકાયદે ઘુસણખોરી કરવાનું સામે આવ્યું હતું. આ તમામને ગુપ્ત રીતે રાજ્ય સરકારે પોતાના વતન પરત મોકલી દીધા છે.
હવાઈ માર્ગે કરાયા ડિપોર્ટ
મળતી માહિતી મુજબ, ગુજરાત પોલીસે બાંગ્લાદેશીઓને વતન પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ આખુંય ઓપરેશન રાજ્ય સરકારની સીધી સૂચનાથી ગુપ્ત રીતે કરવામાં આવ્ચું હતું. અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાંથી બાંગ્લાદેશીઓને બસમાં ભરીને એસ્કોટિંગ સાથે વડોદરા લઈ જવાયા હતાં અને ત્યારબાદ ત્યાંથી તેમને હવાઈ માર્ગે ડિપોર્ટ કરવામાં આવ્યા હતાં.
અમેરિકાની સ્ટાઇલમાં ગુજરાત પોલીસના ઇતિહાસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન
માહિતી પ્રમાણે, ગુજરાત પોલીસના ઇતિહાસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ, જેમાં 300 ઘૂસણખોરોને ખાસ વિમાનથી બાંગ્લાદેશ રવાના કરી દેવામાં આવ્યા હતા. અમેરિકાની સ્ટાઇલમાં ગુજરાત પોલીસના ઇતિહાસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન શરૂ થયુ હતુ. રાજ્યમાં ગેરકાયદે હોવાની ખરાઈ બાદ એક પછી એક તબક્કાવાર આ મિશન હાથ ધરાયુ અને અંતે અગરતલામાં એરક્રાફ્ટ ઉતારીને વાહનોમાં આ તમામ બાંગ્લાદેશી ઘૂસણખોરોને છોડી મુકવામાં આવ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App