Saputara Heavy Rain News: ભરઉનાળે ડાંગમાં આભ ફાટતા ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. સાપુતારા સહીત છુટા છવાયા વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા (Saputara Heavy Rain News) ડાંગ નજીકના વિસ્તારના ડુંગર પર વાદળ ફાટતા ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.તેમજ ભરઉનાળે અચાનક ભારે પવન ફુંકાયો હતો. પલટાતાં વાતાવરણની સાથે માવઠું થતાં ખેડૂતોના પાકને નુકસાન પહોચ્યું છે.
ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ચાર દિવસ રાજ્યમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે. તેથી, આજે (10 મે) રાજ્યભરમાં કેટલાક સ્થળોએ અને 11 મેના રોજ રાજ્યમાં કેટલાક સ્થળોએ વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે.
અહીંયા પડશે વરસાદ
12 મેના રોજ રાજ્યના 25 જિલ્લામાં ભારે વરસાદ પડશે. દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, સૌરાષ્ટ્ર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, વડોદપુરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના અંદાજ પ્રમાણે કયા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા?
મેટેરોલોજિકલ વિભાગે જણાવ્યું છે કે ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, તાપી, ભરૂચ અને અમરેલી જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, જામનગર અને પોરબંદરમાં વીજળી સાથે વરસાદ તેમજ ઝડપી પવન ફૂંકાવાની સંભાવના છે.
પવનના તીવ્ર ગતિ સાથે મીની વાવાઝોડા જેવી સ્થિતિ
રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં સવારે તાપમાનમાં વધારો જોવા મળશે, પરંતુ સાંજ પડતાં વાતાવરણમાં પલટો આવી શકે છે. ઘનઘોર વાદળો સાથે પવનની ગતિ વધશે અને ભારે પવનની સાથે વરસાદ શરૂ થશે. કેટલાક વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આ સમયે પવનની ઝડપ 50 થી 80 કિમી પ્રતિ કલાક સુધી જઇ શકે છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની અસર વધુ રહેવાની શક્યતા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App