ગુજરાતમાં માવઠાનો માર: 11 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Unseasonal Rains: રવિવારના રોજ દિવસ દરમિયાન રાજ્યનાં કુલ 19 તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો. દેવભુમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં (Gujarat Unseasonal Rains) 3 ઈંચ અને જુનાગઢના ઈડર અને માળિયા હાટીનાં તાલુકામાં 2 ઈંચ વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. એ સિવાય જામનગરના જામજોધપુર તાલુકામાં પોણા બે ઈંચ, જુનાગઢના માણાવદરમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો.

અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં હજુ એક દિવસ સોમવારના રોજ હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. એ પછી રાજ્યમાં કમોસમી વરસાદનો વિરામ થતાં તાપમાનનો પારો ઉચકાશે. ભુજમાં આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર 40.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 36.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

તાલુકાના જનાલી, કાળીડુંગરી, ખેરોજકંપા, નાંદોજ સહિતના વિવિધ વિસ્તારોમાં રવિવારે સાંજે 6 વાગ્યાના સમયે પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો. ખેડૂતોના ઘાસચારાને નુકસાન થયું હતું.

ઊંઝા શહેરમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતવરણ સર્જાયું હતું. જેને લઈ મોમસી વરસાદ શરૂ થયો હતો જેને લઈ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વાતવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

આજે રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ અને રાજકોટમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ જિલ્લાઓમાં 30થી 40 કિ.મી. પ્રતિ કાલકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. મેઘ ગર્જનાની શક્યતા વ્યક્ત કરાઇ છે.

આવતીકાલે એટલે કે 13 મેના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.