મે મહિનામાં શરુ કરો આ 3 શાકભાજીની ખેતી, જૂનમાં વરસાદ બાદ થઈ જશો માલામાલ

Farming Tips: મેં મહિનાના લગભગ 12 દિવસ પસાર થયા છે, ત્યારે આ દિવસોમાં ખેડૂતો રીંગણા, કરેલા તથા ભીંડાની ખેતી કરીને લખો રૂપિયાની કમાણી કરી શકે છે. શાકભાજીની ખેતીને (Farming Tips) પ્રોત્સાહિત કરવાના મુખ્ય કારણો એ છે કે શાકભાજીનો પાક ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે, જેને ખેડૂત વેચીને ઝડપથી પૈસા મેળવી શકે છે. જ્યારે ઘઉં, ચણા, સરસવ વગેરે લાંબા ગાળાના પાક છે, જો કે, આવા ઘણા શાકભાજી છે જેમાંથી ઓછા સમયમાં સારો નફો મેળવી શકાય છે.

રીંગણની ખેતી
રીંગણની ખેતી તમામ પ્રકારની જમીનમાં સફળતાપૂર્વક કરી શકાય છે. રીંગણની મહત્તમ ઉત્પાદકતા માટે સારી નિકાલવાળી રેતાળ લોમ જમીનને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ માટે આદર્શ pH 5.5 થી 6.0 ની વચ્ચે રહે છે. રીંગણની ખેતી આખું વર્ષ કરી શકાય છે, પરંતુ મુખ્ય વાવણી જૂન પહેલા કરી શકાય છે.

ભીંડાની ખેતી
ભીંડા એ ગરમ ઋતુનો પાક હોઇ ખરીફ તેમજ ઉનાળુ એમ બંન્ને ઋતુમાં સફળતાથી ઉગાડી શકાય છે. ભીડાની લીલી શીંગોમાં લોહ, આયોડિન અને વીટામીન એ, બી અને સી સારા પ્રમાણમાં રહેલાં હોય આરોગ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. લીલી શાકભાજીમાં ભીંડાની કુણી શીંગોનું ખુબ મહત્વ છે અને કુણી શીંગોથી બજારમાં વધુ ભાવ મેળવી શકાય છે.

કારેલાની ખેતી
ખેડૂતો ખૂબ ઓછા ખર્ચે કારેલાની ખેતીથી ખૂબ સારો નફો મેળવી શકે છે. ઘણા ખેડૂતો કહે છે કે તેની ખેતીમાં ખર્ચ થતાં 10 ટકા વધુ નફો મળે છે. કારણ કે બજારમાં તેની માંગ રહે છે જેના કારણે તેના સારા ભાવ મળે છે. ઘણા ખેડૂતો તેની ખેતી કરીને સારો નફો મેળવી રહ્યા છે. કારેલાની ખેતી કરતા યુપીના હરદોઈના ખેડૂતો જણાવે છે કે 1 એકર ખેતરમાં કારેલાની ખેતી કરવા માટે લગભગ 30,000 રૂપિયાનો ખર્ચ થાય છે.

સારા નફા સાથે ખેડૂતને પ્રતિ એકર આશરે રૂ.3,00,000 નો નફો મળે છે. આ રીતે, તેની ખેતી ખર્ચ કરતાં 10 ગણી આવક આપી શકે છે. કારેલાની ખેતી બાર મહિના સુધી કરી શકાય છે. કારણ કે વૈજ્ઞાનિકોએ કારેલાની એવી હાઇબ્રિડ જાતો વિકસાવી છે જેમાંથી તમે આખા વર્ષ દરમિયાન કારેલાની ખેતી કરી શકો છો. તેની વાવણીને આપણે ત્રણ રીતે વિભાજીત કરી શકીએ છીએ.