ભાજપ સરકારના મંત્રીનું કર્નલ સોફિયા કુરૈશી વિશે બેશરમી ભર્યું નિવેદન સાંભળીને કહેશો મોદીજી આને મંત્રીપદેથી હટાવો…

Colonel Sofia Qureshi: મધ્ય પ્રદેશના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશીને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈને તેમની ટીકા થઈ રહી છે. આ વચ્ચે ભારતીય જનતા (Colonel Sofia Qureshi) પાર્ટી હવે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપના નેતાઓ કર્નલ સોફિયા કુરેશીના ઘરે પહોંચ્યા હતા અને તેના પરિવાર સાથે મુલાકાત કરી હતી.

કર્નલ સોફિયા કુરેશીના ઘરે પહોંચ્યા નેતાઓ
મધ્યપ્રદેશના ભાજપ અધ્યક્ષ વિષ્ણુદત્ત શર્માના આદેશ બાદ પૂર્વ ધારાસભ્ય માનવેન્દ્ર સિંહ સહિત ભાજપના નેતાઓ કર્નલ સોફિયા કુરેશીના ઘરે પહોંચ્યા હતા અને નૌગાંવ છતરપુર સ્થિત તેમના ઘરે પહોંચીને તેમના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભાજપના નેતાઓએ કહ્યું કે સોફિયા અમારા દેશની દીકરી છે અને અમને તેના પર ગર્વ છે.

સાંસદ વિજય શાહે કર્નલ સોફિયા વિશે શું કહ્યું હતું
વિજય શાહે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આતંકીઓએ કપડાં ઉતારીને હિન્દુઓને માર્યા હતા હવે પીએમ મોદીએ તેમને મારવા માટે તેમની બહેનને તેમના ઘરે મોકલી હતી. મંત્રીએ કહ્યું હતું કે તમે અમારી બહેનોને વિધવા કરી છે તો તમારી બહેન આવીને તેમને પણ મારીને જ છોડશે. દેશના બહેનોનો બદલો તમારી જાતિ સમાજની બહેનોને પાકિસ્તાન મોકલીને લઈ શકીએ છીએ.

મંત્રીના આ નિવેદનનો કોંગ્રેસ વિરોધ કર્યો હતો અને વિજય શાહના બંગલા પર પહોંચીને તેની નેમપ્લેટ પર કાળો રંગ લગાવ્યો હતો અને નારેબાજી કરી હતી. સાથે જ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી.