ભૂલથી બોર્ડર ક્રોસ કરી ગયેલા ભારતીય જવાનને પાકિસ્તાની કેદમાંથી મળી મુક્તિ

BSF jawan Border Crossing News: પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ભારતના દબાણ હેઠળ પાકિસ્તાને બોર્ડર (BSF jawan Border Crossing News) સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાન પૂર્ણમ કુમાર સાહુને કસ્ટડીમાંથી મુક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે જ્યારે પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ હતો,

ત્યારે 23 એપ્રિલે પૂર્ણમ કુમાર સાહુને આંતરરાષ્ટ્રીય સરહદ પરથી પાકિસ્તાની રેન્જર્સ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ત્યારથી, તેમને પાછા લાવવાની માંગ કરવામાં આવી રહી હતી. આજે, 14 મેના રોજ, તેઓ લગભગ 20 દિવસ પછી પરત ફર્યા છે.

શાંતિપૂર્ણ રીતે અને પ્રોટોકોલ મુજબ મોક્લવવામાં આવ્યા
BSF જવાન પૂર્ણમ કુમાર સાહુ 23 એપ્રિલ 2025 થી પાકિસ્તાન રેન્જર્સની કસ્ટડીમાં હતા. મળતી માહિતી મુજબ, આજે બુધવારે, સાહુને લગભગ 10.30 વાગ્યે અમૃતસરની સંયુક્ત ચેક પોસ્ટ અટારી દ્વારા ભારતને સોંપવામાં આવ્યો છે. BSF પ્રવક્તાએ માહિતી આપી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ ટ્રાન્સફર શાંતિપૂર્ણ રીતે અને સ્થાપિત પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું છે.

શું છે આખો મામલો?
વાસ્તવમાં, BSF કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર સાહુ પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં પોસ્ટેડ હતા. 23 એપ્રિલના રોજ, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા લશ્કરી તણાવના શરૂઆતના દિવસોમાં, પૂર્ણમે ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી દીધી હતી. આ પછી, પાકિસ્તાની રેન્જર્સે તેને કસ્ટડીમાં લીધા હતા.

ભારત પાસે પણ એક પાકિસ્તાની સૈનિક છે
ભારતીય સુરક્ષા દળોએ 3 મેના રોજ રાજસ્થાનમાં એક પાકિસ્તાની રેન્જર્સ સૈનિકને પણ પકડ્યો હતો. BSF એ શ્રીગંગાનગરમાં સરહદ નજીક આ ધરપકડ કરી હતી. અહેવાલો અનુસાર, પાકિસ્તાની રેન્જર્સ સૈનિક ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારબાદ BSF સૈનિકોએ તેને રોક્યો અને તેને કસ્ટડીમાં લીધો.