કેનેડાના ઈતિહાસમાં પ્રથમ વખત કેબીનેટ મંત્રી તરીકે હિંદુને સ્થાન, ગીતા પર હાથ મુકીને લીધા શપથ

Canada Anita Anand News: કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંગળવારે (13 મે) પોતાના કેબિનેટમાં મોટા બદલાવની જાહેરાત કરી છે, જેમાં હિન્દૂ અનીતા આનંદને (Canada Anita Anand News) વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવનિયુક્ત લિબરલ સરકારની રચના હેઠળ આ પગલું લેવાયું છે.

ભારતની હિન્દૂ મહિલા વિદેશ મંત્રી
અનીતા આનંદે મંગળવારે ગીતા પર હાથ મૂકીને નવા વિદેશ મંત્રીના રૂપે શપથ લીધાં હતાં. તે કેનેડાની વિદેશ મંત્રી બનનારા પહેલાં હિન્દુ મહિલા પણ છે. કેનેડા અનેક વિદેશી મામલાના પડકારનો સામનો કરી રહ્યું છે.

આ વર્ષની શરૂઆતમાં જસ્ટિન ટ્રૂડોની જગ્યા લેનારા અને ગત મહિને ચૂંટણી જીતનારા કાર્નીએ અનીતા આનંદને મેલાની જૉલીની જગ્યાએ વિદેશ મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. મેલાનીને હવે ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ પહેલા અનીતાએ સંરક્ષણ મંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી.

કેનેડાની જનતાનો જનાદેશ
આ મુદ્દે કેનેડાના વડાપ્રધાન કાર્નીએ કહ્યું કે, કેનેડાના લોકોએ આ નવી સરકારને સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે એક નવા આર્થિક અને સુરક્ષા સંબંધને વ્યાખ્યાયિત કરવા અને તમામ કેનેડાના લોકોને એક મજબૂત અર્થવ્યવસ્થા બનાવવા માટે જનાદેશ સાથે ચૂંટી છે. રાજા ચાર્લ્સ તૃતીય 27 મે ના દિવસે સંદને ફરી શરૂ કરવા પર કેનેડાની સરકારની પ્રાથમિકતાઓને રેખાંકિત કરતા ભાષણ આપશે.

અનિતાની માતા તમિલ છે અને પિતા પંજાબી મૂળના છે
58 વર્ષીય અનિતા આનંદ તમિલ અને પંજાબી વારસામાંથી આવે છે. તેમની માતા સરોજ તમિલ હતી અને પિતા એસ.વી. આનંદ પંજાબી મૂળના ડૉક્ટર હતા. તેમનો જન્મ અને ઉછેર નોવા સ્કોટીયાના કેન્ટવિલેમાં થયો હતો. શિક્ષણ ક્ષેત્રે, તેમણે ક્વીન્સ યુનિવર્સિટીથી ઓક્સફોર્ડ સુધીનો પ્રવાસ કર્યો. 2019માં જ્યારે તેઓ ઓકવિલેથી સાંસદ બન્યા, ત્યારે તેઓ હાઉસ ઓફ કોમન્સમાં પ્રથમ હિન્દુ મહિલા હતા.તેમજ અનિતાના દાદા ગાંધીજીના ખાસ અને નજીકના વ્યક્તિ હતા.