જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સેનાનો પ્રહાર: 3 આતંકવાદીઓ ઠાર, આમા ટોચનો કમાન્ડર પણ સામેલ

Jammu-Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા છે. આ દરમિયાન (Jammu-Kashmir Encounter) ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાના માહિતી હતી.

લશ્કરના ત્રણ આતંકવાદીઓ ઠાર
આ એનકાઉન્ટર ત્રાલના નાદિર ગામમાં ચાલી રહ્યું છે. પુલવામામાં 48 કલાકમાં આ બીજું એનકાઉન્ટર છે. આ પહેલાં મંગળવારે (13 મે) શોપિયામાં લશ્કરના ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓને સુરક્ષાદળોએ જિનપથેર કેલર વિસ્તારમાં ઘેરી લીધા હતા. આ ઓપરેશનને ‘ઓપરેશન કેલર’ નામ આપવામાં આવ્યું હતું.

આતંકવાદીઓની થઈ ઓળખ
સૈન્ય દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવેલા લશ્કરના એક આતંકવાદીઓનું નામ શાહીદ કુટ્ટે હતું, જે શોપિયાંનો રહેવાસી હતો. તે આઠ માર્ચ, 2023માં લશ્કરમાં સામેલ થયો હતો.

વળી, બીજા આતંકવાદીની ઓળખ અદનાન શફી ડાર તરીકે થઈ હતી, જે વંડુના મેલહોરા, શોપિયાંનો રહેવાસી હતો. તે 18 ઓક્ટોબર, 2024માં લશ્કરમાં સામેલ થયો હતો. તે 2024માં શોપિયાંમાં બિનસ્થાનિક શ્રમિકની હત્યામાં સામેલ હતો.

આતંકવાદીની જાણકારી આપનારને 20 લાખનું ઈનામ
પહલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓના પોસ્ટર શોપિયાંના અનેક વિસ્તારમાં ચોંટાડવામાં આવ્યા હતા. સુરક્ષાદળોએ આતંકવાદીઓની સૂચના આપનારાને 20 લાખ રૂપિયાનું ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સેનાએ પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓના મોતના ગુનેગારને પાકિસ્તાની આતંકવાદીઓની શોધખોળ તેજ કરી દીધી છે.