ચમત્કાર- 9 માં માળેથી નીચે પડી મહિલા, પડતાની સાથે જ ઉભી થઇ ગઈ. જુઓ ચોંકાવનારો વિડીયો

અવારનવાર સમગ્ર દુનિયામાં ચોંકાવનારા અકસ્માતો થતા હોય છે. જે અકસ્માતમાં ઘણા લોકો મૃત્યુ પામતા હોય છે. અને ક્યારેક એવું પણ બની જાય છે જે આપણે કોઈ દિવસ વિચાર્યું પણ ન હોય. તમારી સાથે પણ એવું થયું હશે કે ભગવાનની કૃપાથી તમારી સાથે અકસ્માત સર્જાતા રહી ગયો હોય અને તમે બચી ગયા હો, આવી જ એક ઘટના અહિયાં બની છે.

સોશિયલ મીડિયા પર એક ચોંકાવી દે તેવો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં એક મહિલા અચાનક 9માં માળેથી (90 ફૂટ)ની ઉંચાઇથી નીચે પડી જાય છે. નીચે પડ્યા બાદની ગણતરીના સમયમાં મહિલા સ્થિર થઇ જાય છે અને ઉભી થઇને ચાલવા લાગે છે. આ ઘટના રશિયાના ઇજલુચિન્સ્કના કેન્દ્રીય શહેરમાં એક અપાર્ટમેન્ટ બ્લૉકની છે.

વીડિયોમાં સાફ-સાફ દેખાય છે કે 9માં માળેથી એટલે કે આશરે 90 ફૂટની ઉંચાઇએથી મહિલા જમીન પર જામેલા બરફ પર પટકાય છે. બરફ પર પડવાના કારણે મહિલાને કોઇ ઇજા નથી થતી અને ગણતરીની ક્ષણોમાં તે ઉભી થઇને ચાલવા લાગે છે.

આ ઘટના બાદ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં ડોક્ટરો પણ દંગ રહી ગયા કે આટલી ઉંચાઇએથી નીચે પડ્યા બાદ પણ મહિલાને કોઇ ઇજા ન થઇ. એટલું જ નહિ પણ મહિલાને શરીરના કોઈ પણ ભાગમાં થોડી પણ ઈજા થઇ નથી. વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *