ગુજરાતમાં આ તારીખથી હજુ આકરી ગરમીની અંબાલાલ પટેલે કરી આગાહી: જાણો તમારા શહેરનું કેવું રહેશે તાપમાન

Ambalal Patel Forecast: રાજ્યમાં એક તરફ ગરમીનો પારો ચડી રહ્યો છે ત્યારે બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદ અને આગામી (Ambalal Patel Forecast) સાયક્લોનને લઈને ચિંતા ઉભી કરી છે. તેમણે જણાવ્યું કે આગામી 24 મે સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ, આંધી-પવન અને કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આ હવામાન પલટા ખેડૂતો અને સામાન્ય જનતાને સાવધાની રાખવા પ્રેરણા આપે છે.

ગુજરાતમાં 24 મે સુધી કમોસમી વરસાદ રહી શકે છે
અંબાલાલ પટેલના મતે 25 મે આસપાસ અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાઈ શકે છે, જેના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. ખાસ કરીને દીવ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં તેની અસર નોંધાઈ શકે છે.તેમણે વધુમાં જણાવ્યું કે, “હવામાનમાં અચાનક પલટો આપણા માટે ચિંતાજનક છે. ગુજરાતમાં 24 મે સુધી કમોસમી વરસાદ રહી શકે અને 25 મે બાદ ગરમી ફરીથી જોર પકડે તેવી શક્યતાઓ છે. તાપમાન 42થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે.” આ સાથે જ લોકો, ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ઘરના બહારની તીવ્ર ગરમીથી બચવાની સલાહ આપવામાં આવી છે.

અંબાલાલ પટેલના અનુમાન મુજબ ગુજરાતમાં ચોમાસુ 8 જૂન આસપાસ બેસી શકે છે. અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાતી હવામાની પ્રવૃત્તિઓથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચોમાસાની રેખા ધીમે ધીમે આગળ વધી રહી છે. અગાઉ કાંઈક દિવસો સુધી છૂટાછવાયા કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત માટે આ સમયરેખા સૌથી નજીકની ગણાઈ રહી છે.તેઓએ ખેડૂત ભાઈઓને પણ આગાહી આપતાં કહ્યું કે, “હાલનો કમોસમી વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને જેમણે વાવણી પહેલાં જમીન તૈયાર કરી છે તેઓએ પાણી ભરાવા સામેની તકેદારી રાખવી જોઈએ.”

હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર- કચ્છ સહિત રાજ્યમાં હજુ ચાર દિવસ છૂટ્ટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. આજે રાજ્યના 18 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 40થી 50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની સાથોસાથ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. આ તરફ અમદાવાદ ઉપરાંત અન્ય સ્થળોએ ગરમીનો પારો ઉંચકાવવાનું પણ અનુમાન વ્યકત કરાયું છે. અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થવાની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

આજે મહત્તમ તાપમાનની આગાહી

IMD અમદાવાદ મુજબ તારીખ 17થી 20 સુધીમાં પણ રાજ્યના ઉત્તર, દક્ષિણ તથા સૌરાષ્ટ્ર ભાગમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, પંચમહાલ, દાહોદ તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે.