ગુજરાતનામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ, જાણો છોતરાં કાઢે તેવી આગાહી અને ક્યાં કેટલો ખાબક્યો

Gujarat Rainfall Forcast: આ વર્ષે કેરળમાં શનિવાર (8મે)એ આઠ દિવસ વહેલું ચોમાસાનું આગમન થયું છે. ત્યારે ગુજરાતમાં પણ વહેલું ચોમાસું આવે તેવી (Gujarat Rainfall Forcast) શક્યતા છે. જો કે, હવામાન વિભાગ તરફથી હજી સુધી ચોમાસાનો વિધિવત પ્રારંભ ક્યારે થશે તેની કોઈ જાહેરાત કરી નથી.

આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
2024માં ગુજરાતમાં 11 જૂને ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે, વલસાડ જિલ્લામાં સારો વરસાદ થયો છે.

ચોમાસા પહેલા જ, મેઘરાજાએ કેટલાક વિસ્તારોમાં પોતાની જોરદાર હાજરી નોંધાવી દીધી છે અને આગામી 4 દિવસ સુધી હજુ પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 29 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરા નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.

2024માં ગુજરાતમાં 11 જૂને ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાના વહેલા આગમનની શક્યતા છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. 2024ની વાત કરીએ તો, 11 જૂનના રોજ ચોમાસાનું વિધિવત આગમન થયું હતું.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનની સ્થિતિને લઈને આગાહી કરવામાં આવી છે. જે મુજબ આવનારા સાત દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળશે નહીં. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે ઝાપટાની આગાહી કરવામાં આવી છે. સાથે જ 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ
વાંસદામાં સવા ઈંચ, વાપીમાં 1.5 ઈંચ, નવસારીમાં 1.5 ઈંચ, પલસાણામાં 1 ઈંચ, બારડોલીમાં 1 ઈંચ, ધરમપુરમાં 1 ઈંચ, ઉમરપાડામાં 1 ઈંચ, ઉમરગામમાં પોણો ઈંચ, સોનગઢમાં પોણો ઈંચ, ગણદેવીમાં પોણો ઈંચ, ક્વાંટમાં પોણો ઈંચ, વ્યારામાં અડધો ઈંચ, નાંદોદમાં અડધો ઈંચ…..