જોવા જઈએ તો દરેકના ઘરે ચા તો બને જ છે. કોઈના ઘરે દિવસમાં બે વાર તો કોઈક ના ઘરે દર કલાકે ચા બનતી હોય છે.ચા બનાવ્યા બાદ આપણામાંના મોટા ભાગના લોકો વપરાયેલી ચા પત્તી ને કચરાપેટીમાં ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો આ ચાના પાંદડાઓને ફરી વખત ઉપયોગમાં લઇ શકાય છે.
આમ જોવા જઈએ તો ચા પત્તી ને ઘણી રીતે બીજી વખત ઉપયોગમાં લઇ શકાય છે. પરંતુ મહત્વનું એ છે કે તમને તેના ઉપયોગની સાચી રીતે ખબર હોય. ચા બનાવ્યા બાદ ગળણીમાં વધેલી પત્તીઓને સારી રીતે ધોઈ નાખો. જેથી તેમાં રહેલી મીઠાશ દૂર થઈ જાય.
વધેલી ચાય પત્તી ને તમે આ કામોમાં ઉપયોગ કરી શકો છો
1. ચા પત્તીમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો હાજર હોય છે. એવામાં ઘા કે જખમ ઉપર ચા પત્તીનો લેપ લગાડવો ફાયદાકારક હોય છે. ઉકાળેલી ચાપતી ને સારી રીતે ધોઈ નાખો. તેને વાઘેલા પર લગાડવાથી ઘા જલ્દી ભરાઈ જશે. આ ઉપરાંત ચાયપતી ને ધોઈને બીજી વખત ઉકાળી તે પાણીથી ઘાને સાફ કરવો ફાયદાકારક રહેશે.
2. ચા પત્તી નું પાણી એક ખૂબ સારૂં કંડીશનર હોય છે. ચા પત્તી ને ધોઈ ને બીજી વખત ઉકાળી લો. અને ઉકાળેલા પાણી દ્વારા વાળ ધૂઓ. તેનાથી વાળ ચમકદાર અને સોફ્ટ થઈ જશે.
3. આ ચા પત્તીને બીજી વખત ઉકાળી લો. ત્યારબાદ તેના પાણીને એક સ્પ્રે બોટલમાં ભરી ફર્નિચરની સફાઈ કરો, તેનાથી ફર્નિચર ચમકી ઉઠશે.
4. વધેલી ચા પત્તીઓને સારી રીતે સાફ કરી લો. ત્યારબાદ તેનો ઉપયોગ ખાતર ના રૂપે પણ કરી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.