ડેટાલીક પર સૌથી મોટો ખુલાસો:આ રીતે તમારા બેંક કાર્ડ- આધારકાર્ડની વિગતો વેચાય છે માત્ર 6 પૈસામાં

છેલ્લા બે વર્ષથી આખા વિશ્વમાં પ્રાઇવેસી અને ડેટા સિક્યુરિટી મોટી ઘટનાઓ બની છે. ગૂગલ-ફેસબુક જેવા ગ્લોબલ કંપનીઓએ આ મામલે અમેરિકન સંસદમાં જવાબ આપવો પડ્યો હતો.…

છેલ્લા બે વર્ષથી આખા વિશ્વમાં પ્રાઇવેસી અને ડેટા સિક્યુરિટી મોટી ઘટનાઓ બની છે. ગૂગલ-ફેસબુક જેવા ગ્લોબલ કંપનીઓએ આ મામલે અમેરિકન સંસદમાં જવાબ આપવો પડ્યો હતો. પરંતુ ભારતમાં આ મોંઘેરા ડેટાની કિંમત કોડીઓના ભાવે વેચાઈ રહી છે. દૈનિક ભાસ્કરમાં આવેલ અહેવાલ અનુસાર માત્ર 6 પૈસામાં તમારા મોબાઈલ, ઈમેઈલ, ઘરનું એડ્રેસ સહિતની વિગતો ઓનલાઈન એક ક્લિકમાં મળી જાય છે.

આ કામમાં સૌથી વધુ બેંકોના રૂબરૂ વેરિફિકેશન વાળો એજન્ટ શામેલ છે. નગર પાલિકા, ટ્રાંસપોર્ટ ઓફિસ, બિલ્ડર્સ, મોબાઈલ વેચનારા અને સિમ લેવા પહેલા વેરિફિકેશન કરનારા માણસો પણ શામેલ છે.

J-stashbazar.com અને Bigfat.cc,Cc-shop.su Cardsdumps.com વેબસાઇટ પર દેશભરના ક્રેડિટ કાર્ડ ધારકોની વિગતો છે. આ વેબસાઇટ્સ 70 ડોલર એટલે કે 5000 રૂપિયા લઈને વિઝા, માસ્ટરકાર્ડ અથવા માસ્ટ્રો કાર્ડના 4 ગ્રાહકોની વિગતો આપે છે.

બજારમાં બેન્કિંગ વિગતો ઉપરાંત આધાર અને પાનકાર્ડ ડેટા પણ ઉપલબ્ધ છે. આનો ઉપયોગ હેકર્સ દ્વારા ઓનલાઇન ચીટિંગ કરવા માટે કરવામાં આવે છે. ડેટા માફિયા હંમેશા ઇ-મેઇલ, વેબ, ફોન કોલ અથવા વોટ્સએપ દ્વારા વ્યવહાર કરે છે. સેમ્પલ માટે 100-150 લોકોનો ડેટા આપવામાં આવે છે. નામ, મોબાઈલ નંબર, સરનામું, ઓળખ કાર્ડ ફક્ત 5 પૈસામાં મળી જાય છે. ક્રેડિટ કાર્ડના ડેટાનો દર $ 35 એટલે કે 2500 રૂપિયા છે. ડેટા માફિયા પાસે કંપનીની અને લોકોની લોકેશન વિશેની માહિતી પણ છે.

ભારતમાં કાયદો શું છે:

દેશમાં ડેટા પ્રોટેક્શન એક્ટ મુજબ કોઈ સંસ્થા કોઈ વ્યક્તિનો ડેટા એકત્રિત કરી શકે છે, પરંતુ પરવાનગી વિના વેચાણ કરવું એ ગુનો છે.

આ સિવાય દૈનિક ભાસ્કર ગ્રુપે તેમણે ખરીદેલા ડેટા પણ પ્રકાશિત કર્યા છે, જે તેમણે આવી વેબસાઈટ પરથી ખરીદ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *