આજે ક્વોલિફાયર-2માં MI vs PBKS: વરસાદને કારણે એલિમિનેટર કેન્સલ થાય, તો આ ટીમ જશે ફાઇનલમાં…

IPL 2025 Qualifier 2 PBKS vs MI: શુક્રવારે ઇન્ડિયન પ્રીમિયર લીગના એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. મુલ્લાનપુરમાં (IPL 2025 Qualifier 2 PBKS vs MI) રમાનારી આ મેચ જે કોઈ હારશે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ગુજરાત ટીમે લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને 14માંથી 9 મેચ જીતી છે.

ટીમ ક્વોલિફાયર-1 રમવા માટે મજબૂત દાવેદાર દેખાતી હતી, પરંતુ તેણે તેની છેલ્લી બે લીગ મેચ હારી ગઈ, જેના કારણે તેને એલિમિનેટર મેચ રમવી પડી. મુંબઈની વાત કરીએ તો તેની શરૂઆત સારી નહોતી, પરંતુ ટીમે પાછળથી શાનદાર વાપસી કરી અને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું. બંને ટીમોને એલિમિનેટરમાં કેટલાક મહત્વપૂર્ણ ખેલાડીઓની ખોટ સાલશે જે નેશનલ ડ્યૂટીને કારણે ઘરે પરત ફર્યા છે.

ટાઇટન્સને કાગીસો રબાડા અને જોસ બટલરની સેવાઓ મળશે નહીં, જ્યારે મુંબઈને રાયન રિકેલ્ટન, વિલ જેક્સ અને કોર્બિન બોશની ખોટ સાલશે. મુલ્લાનપુરમાં યોજાનારી આ મેચના હવામાન અપડેટ પર એક નજર કરીએ-

વરસાદની શક્યતા ખૂબ ઓછી છે
ચંડીગઢમાં હવામાન થોડું વાદળછાયું રહેશે, જેમાં વરસાદની શક્યતા 10 ટકા રહેશે. જોકે, મેચ દરમિયાન ભારે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે. જો હળવો વરસાદ પડે તો પણ તેની મેચ પર કોઈ અસર થશે નહીં, કારણ કે મેચને સંપૂર્ણ 40 ઓવર પૂર્ણ કરવા માટે વધારાનો સમય આપવામાં આવ્યો છે. AccuWeather મુજબ મુલ્લાનપુરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 39 ° C અને 28 °Cની વચ્ચે રહી શકે છે.

જો વરસાદ વિલન બનશે તો કોને ફાયદો થશે?
જો આ મેચ વરસાદના કારણે ધોવાઈ જશે તો મુંબઈ ઈન્ડિયન્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. આઈપીએલના નિયમો અનુસાર, જો એલિમિનેટર મેચ રદ થાય છે તો પોઈન્ટ ટેબલમાં આગળ રહેલી ટીમ આગામી તબક્કા માટે ક્વોલિફાય થશે. બેંગ્લોર ટોપ-2માં રહીને લીગ તબક્કાનું સમાપન કર્યું હતું, જ્યારે મુંબઈ ચોથા ક્રમે હતું.