Gujarat Corona Case: ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 320 પાર થઈ ગયો છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાત (Gujarat Corona Case) ચોથા સ્થાને છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક્ટિવ કેસમાં 55નો ઉમેરો થયો છે. માહિતી અનુસાર 3 વર્ષ બાદ અમદાવાદમાં કોરોનાને કારણે કોઈનું મોત નીપજ્યું છે. ગુજરાતના 320 એક્ટિવ કેસમાંથી 163 માત્ર અમદાવાદમાં છે. 31 મેના એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના 35 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત એલ.જી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી 46 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. જો કે આ માહિતી છુપાવામાં આવી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. જો કે અમદાવાદમાં કોરોનાના 163 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
અમદાવાદમાં કોરોનાના મે મહિનામાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો હતો. મે મહિનામાં જ અમદાવાદમાંથી કોરોનાના 230 કેસ સામે આવ્યા હતા. જેમાંથી 56 દર્દીઓ દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે. હાલમાં 163 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.
46 વર્ષીય મહિલાનું કોરોનાથી મૃત્યુ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એલ.જી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી દાણીલીમડાની 46 વર્ષીય મહિલાનું કોરોનાથી મૃત્યુ થયું છે. અમદાવાદમાં ૩ વર્ષ બાદ કોરોનાથી આ સંભવતઃસૌપ્રથમ મૃત્યુ છે. છતાં પણ 2 જૂન સુધી સત્તાવાર રીતે મૃત્યુ થયું હોવાની માહિતી આપવામાં આવી નહોતી. આમ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના અંગેની તમામ વિગતો છુપાવવામાં આવી રહી છે.
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી કોરોનાના 30થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. હાલ અમદાવાદના પશ્ચિમ ઝોનમાં 45, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 43, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 33, દક્ષિણ ઝોનમાં 18, મધ્ય ઝોનમાં 7, ઉત્તર ઝોનમાં બે કેસ નોંધાયાની વિગતો સામે આવી છે. 31 મેના રોજ 35 કેસ નોંધાયા હતા અને 17 દર્દીઓને રજા આપવામાં આવી હતી. એલ.જી. હોસ્પિટલની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાંથી પણ કોરોનાના 1-1 કેસ કન્ફર્મ થયા છે. આ સ્થિતિને પગલે એલ.જી., વાડીલાલ, શારદાબેન અને એસવીપી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે.
એક તરફ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે જ્યારે બીજી તરફ ગુજરાતના આરોગ્ય વિભાગ જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કોરોનાની સાચી માહિતી છુપાવવા માટે રાબેતા મુજબ હવાતિયા મારી રહ્યું છે. જેની સરખામણીએ મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ દ્વારા કોરોના અંગેની માહિતી નિયમિત રીતે જાહેર કરી લોકોને અવગત કરાવવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App