Glenn Maxwell Retirement: આઈપીએલ 2025 વચ્ચે પંજાબ કિંગ્સને અને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે વનડે ક્રિકેટમાંથી સંન્યાસની (Glenn Maxwell Retirement) જાહેરાત કરી છે. તેણે બે વનડે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મેક્સવેલ 2025 અને 2023માં આ ટુર્નામેન્ટને જીતનાર કાંગારૂ ટીમનો સભ્યો હતો. આ દિગ્ગજે કહ્યું છે કે, તે ટી20 ઇન્ટરનેશનલ મેચ માટે ઉપલબ્ધ રહેશે અને ફ્રેન્ચાઈઝી ટી20માં પણ રમવાનું ચાલુ રાખશે.
ઓસ્ટ્રેલિયન દિગ્ગજ મેક્સવેલે વનડે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરતા કહ્યું, મેં ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆતની મેચો બાદ નિર્ણય લીધો. ‘મને લાગી રહ્યું હતુ કે, હું ટીમને નિરાશ કરી રહ્યો છું.’ 38 વર્ષીય મેક્સવેલ આઈપીએલ 2025ની શરૂઆતની મેચમાં પંજાબ કિંગ્સની ટીમો ભાગ હતો. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે તે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો. ત્યાર બાદ મેક્સવેલ આઈપીએલ રમવા માટે ભારત આવ્યો નહોતો.
ગ્લેન મેક્સવેલના પ્રદર્શનમાં છેલ્લા કેટલાક મહિનમાં ઘટાડો થયો છે. તે પોતાની છબી અનુસાર રમી શકતો નહોતો. તેના સંન્યાસનું કારણ તેનું ફોર્મ છે. મેક્સવેલે કહ્યું, મેં આ નિર્ણય 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલમાં ભારત સામે હાર્યા બાદ લીધો હતો. મેક્સવેલ પોતાના 13 વર્ષના વનડે કરિયરમાં 149 મેચ રમી ચૂક્યો છે. તેણે આ મેચોમાં 126.70ના સ્ટ્રાઇક રેટ સાથે 3990 રન બનાવ્યાં હતા અને 77 વિકેટ ઝડપી હતી.
The ultimate entertainer has played his last one-day international.
What a pleasure it’s been watching @Gmaxi_32 in action 💪💥 pic.twitter.com/IlWmLXup2O
— Cricket Australia (@CricketAus) June 2, 2025
ગ્લેન મેક્સવેલે 2015 અને 2023ની ઓસ્ટ્રેલિયાની વિશ્વ વિજેતા ટીમનો ભાગ રહ્યો છે. તેણે વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાન સામે 201 રનની અણનમ ઇનિંગ રમી ઇતિસાહ રચ્યો હતો. તે વર્લ્ડ કપમાં બેવડી સદી ફટકારનાર દુનિયાનો એક માત્ર બેટ્સમેન છે. તેણે પોતાના કરિયરમાં 4 સદી અને 23 અડધી સદી ફટકારી છે. વનડેમાં સૌથી ફાસ્ટ બેવડી સદીનો રેકોર્ડ પણ આ ખેલાડીના નામે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App