JEE Advanced Result: આજ રોજ ભારતની ઉચ્ચ એન્જિનીયરીંગ IIT માં પ્રવેશ માટે લેવાયેલ JEE એડવાન્સની પરીક્ષાનું પરિણામ NTA દ્વારા જાહેર કરવામાં (JEE Advanced Result) આવ્યું હતું. જેમાં પી.પી.સવાણી શાળાના માશ્રીત પટોળીયાએ જનરલ કેટેગરીમાં 167 મો રેન્ક પ્રાપ્ત કરી સમગ્ર ભારતમાં સુરતનું નામ રોશન કર્યું હતું.
વિશેષમાં જોગાણી તીર્થે એ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરીને 308 મો રેન્ક મેળવ્યો હતો. ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરીને પણ ઉચ્ચ કારકિર્દીનો રસ્તો બનાવી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ જોગાણી તીર્થ અશ્વિનભાઈએ પૂરું પાડી સમગ્ર ભારતમાં ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું છે. અને ગુજરાતી માધ્યમ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ બન્યો હતો.
આ ઉપરાંત જનરલ કેટેગરીમાં 187, 244, 268, 308, 415, 418, 554, 718, 949 આ રેન્ક મેળવીને સુરતમાં ડંકો વગાડયો હતો.પી.પી.સવાણીના ટોટલ 7 વિદ્યાર્થીઓએ 500 અંદર અને 10 વિદ્યાર્થીઓએ 1000 અંદર રેન્ક મેળવ્યો હતો આ ઉપરાંત ટોટલ 76 વિદ્યાર્થીઓ JEE એડવાન્સમાં ક્વોલીફાઈડ થયા હતા. આ ક્વોલીફાઈડ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન શ્રી વલ્લભભાઈ સવાણીએ આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
ગત વર્ષે 1.45 લાખ વિદ્યાર્થીએ જ ફોર્મ ભર્યાં હતાં
ગત વર્ષે 1.45 લાખ વિદ્યાર્થીએ જ ફોર્મ ભર્યાં હતાં. આ એડવાન્સના રિઝલ્ટ પર વિદ્યાર્થીઓનું મેરિટ બહાર પડતું હોય છે, જેમાં ઓલ ઇન્ડિયા રેન્ક બહાર પડતા હોય છે અને બાદમાં ટોપ IITમાં વિદ્યાર્થીઓનાં એડમિશન થતાં હોય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App