તમે જાણતા હશો કે નિર્ભયા દુષ્કર્મ મામલે સર્વોચ્ચ અદાલત રોજ રોજ તેની ઊંડી તપાસ હાથ ધરી રહી છે. આજે પણ નિર્ભયા કેસે એક ચોંકાવનારો વળાંક લીધો છે. નિર્ભયા ગેંગરેપના આરોપી મુકેશ સિંહે જેલમાં યૌન ઉત્પીડન થયું હોવાનો આરોપ સામે આવ્યો છે. મુકેશ તરફથી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતા વકીલ અંજના પ્રકાશે જણાવતા કહ્યું છે કે, મુકેશ સાથે જેલમાં યૌન ઉત્પીડન થયું છે. તે સમયે તે સ્થળે જેલ અધિકારી પણ હાજર હતાં, પણ તેમણે કોઈ મદદ કરી હતી નહીં. મુકેશને આ ઘટના બાદ હોસ્પિટલમાં પણ ન લઈ ગયા. ત્યારબાદ થોડા સમય પછી મુકેશને દીન દયાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
મુકેશના વકીલે જણાવતા કહ્યું હતું કે, મુકેશનો મેડીકલ રિપોર્ટ ક્યાં છે ? મુકેશના વકીલે જણાવતા કહ્યું છે કે, મુકેશને શારીરિક સબંધ બાંધવા કરવા માટે મજબૂર કરાયો હતો. એ પણ આ જ કેસના એક આરોપી અક્ષય સાથે. જેલમાં એની સાથે ઘણીવાર મારપીટ પણ થઈ ચુકી છે. હાલમાં ફાંસીની સજાથી બચવા માટે દોષીઓ કાયદાનો સહારો લઇને કાવેતરું કરી રહ્યાં છે.
તદઉપરાંત મુકેશના વકીલે જણાવતા કહ્યું હતું કે, તેના ભાઈ રામ સિંહને મારી નાખવામાં આવ્યો હતો. જેલ અધિકારી જણાવી રહ્યા છે કે, તેણે આત્મહત્યા કરી હતી. જો કે, તેમનો તો એક હાથ ખરાબ હતો. તો પછી તેઓ ફાંસી લગાવી આત્મહત્યા કઈ રીતે કરી શકે. મુકેશે જણાવતા કહ્યું હતું કે, મારે આ અંગે ફરિયાદ દાખલ કરાવી છે. મુકેશના વકીલે તિહાડ જેલ પ્રશાસન પર મોટો આરોપ લગાવતા જણાવ્યું છે કે, મુકેશની ક્યૂરેટિવ અરજી રદ થયા પહેલા જ તેને એકાંતમાં રાખવામાં આવ્યો છે.
નિર્ભયાના દોષીઓને ફાંસી આપવાનો કેસ કાયદાકીય ચુંગલમાં ફસાતો જ જાય છે. પવન, મુકેશ અને વિનય શર્માની ફાંસી માટે બીજી વખત ડેથ વોરંટ જાહેર કરાયું છે. જેમાં ફાંસીની તારીખ 1 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. પહેલા વોરંટમાં આ તારીખ 22 જાન્યુઆરી હતી.
દોષી પવન પાસે હાલ ક્યૂરેટિવ પિટીશન અને દયા અરજીનો વિકલ્પ પણ છે. આ વિકલ્પ અક્ષય સિંહ પાસે છે. વિનય શર્મા પાસે પણ દયા અરજીનો વિકલ્પ છે. આરોપી મુકેશ પાસે હવે કોઈ કાયદાકીય વિકલ્પ નથી. એટલે કે ત્રણ આરોપી હાલ પાંચ કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. એટલે તુરંત જ ફાંસી આપી દેવાય તેવા કોઈ સંજોગો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.