અમદાવાદ કાલુપર રેલવે સ્ટેશન પરથી ‘નકલી TTE’ની ધરપકડ, દંડના નામે ઓનલાઇન પૈસા પડાવતો

Ahmedabad Fake TTE: રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી ટીટીઈ પેસેન્જરોની ટિકિટ ચેક કરવાની સાથે લોકો પાસેથી ઓનલાઈન (Ahmedabad Fake TTE) રૂપિયા પડાવતો પકડાયો હતો. નકલી ટીટી ટિકિટ ચેક કરવાના બહાને મજૂરો પાસેથી રુપિયા વસૂલતો હતો. શિવશંકર જેસવાલ નામના નકલી ટીટીની રેલવે પ્રોટેક્શન ફોર્સે ધરપકડ કરી હતી.

હવે બાકી હતો તેમ નકલી TTE ઝડપાયો
ગુજરાત રાજ્યમાં હવે આ બાકી હતું,હવે નાકલીમાં વધુ એક ‘નકલી TTE’નો ઉમેરો થયો છે,અમદાવાદ પોલીસે ‘નકલી TTE’ને પકડ્યો છે જે કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેનના મુસાફરોને ટિકિટ ચેક કરવાના બહાને લૂંટતો હતો. જોકે પોલીસે ‘નકલી TTE’ શિવ શંકર જેસવાલને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ‘નકલી TTE’ શિવ શંકર જેસવાલ વારાણસી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે,રેલવે સ્ટેશન પર મજૂર અને ઓછા ભણેલા લોકો પાસેથી પૈસા વસુલતો હતો.

મજુર વર્ગના લોકોને ટાર્ગેટ કરતો
આરપીએફની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઓછા ભણેલા અને મજૂર વર્ગના લોકોને ટાર્ગેટ કરતો હતો. તપાસમાં તે પણ સામે આવ્યું છે કે આરોપી ટિકિટમાં ખોટી ભૂલો કાઢીને ઠગાઈ કરતો હતો અને વેઇટિંગ ટિકિટને કન્ફર્મ કરી બર્થ આપવાનું કહીને પણ ઠગાઈ કરતો હતો.

અસલી ટીટીને કેવી રીતે ઓળખશો?
યુનિફોર્મ: અસલી ટીટી હંમેશા નિર્ધારિત યુનિફોર્મમાં હોય છે, જેમાં તેમનું નામ અને હોદ્દો દર્શાવેલ હોય છે.
આઈડી કાર્ડ: દરેક ટીટી પાસે તેમનું સરકારી ઓળખપત્ર હોય છે. જો તમને શંકા હોય, તો તમે તેમને તેમનું આઈડી કાર્ડ બતાવવાનું કહી શકો છો.
રસીદ: જો તમે ટ્રેનમાં દંડ ભરો છો અથવા ટિકિટ લો છો, તો ટીટી તમને સત્તાવાર રસીદ આપશે. રસીદ વિના કોઈપણ પૈસા ચૂકવશો નહીં.

નકલી ટીટી ખબર પડે પછી શું કરશો
તાત્કાલિક જાણ કરો: જો તમને કોઈ ટીટી કે ટિકિટ નકલી લાગે, તો તરત જ રેલવે પોલીસ અથવા રેલવે અધિકારીઓને જાણ કરો. તમે ટ્રેનમાં હાજર ટીટી અથવા ગાર્ડને પણ જાણ કરી શકો છો.
ઓનલાઈન ફરિયાદ: તમે રેલવેની હેલ્પલાઇન નંબર 139 પર ફોન કરીને અથવા રેલવેની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકો છો.