Surat Accident News: સુરતના હજીરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ખુલ્લી ગટરમાં બાઈક સાથે ખાબકતા 25 વર્ષીય યુવક સુભાષ છોટુરામનું કરૂણ મોત (Surat Accident News) નીપજ્યું છે. આ ઘટના ત્રણ દિવસ પહેલા હજીરા રોડ પર ONGC કંપનીના સર્વિસ રોડ ખાતે બની હતી, જેના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે અને તંત્રની ઘોર બેદરકારીને ઉજાગર કરી રહ્યા છે.
બેદરકારીને કારણે એક યુવકે અકાળે જીવ ગુમાવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે સુભાષ પોતાના બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે અંધારામાં તે ખુલ્લી ગટર જોઈ શક્યો ન હતો અને તેમાં ખાબક્યો હતો. અકસ્માત બાદ સુભાષનો મૃતદેહ સવારે મળ્યો હતો. સુભાષ ઘરે પરત ન ફરતા તેના પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના સામે આવી હતી.
આ ઘટનાના CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે એક ખુલ્લી ગટર જીવલેણ સાબિત થઈ. આ ગટરને ઢાંકવામાં તંત્ર દ્વારા દાખવવામાં આવેલી બેદરકારીને કારણે એક યુવકે અકાળે જીવ ગુમાવ્યો છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ તંત્ર સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
લોકોમાં રોષ જોવા મળ્યો
ઇચ્છાપોર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ખુલ્લી ગટરો અને રસ્તાઓની જાળવણીના અભાવનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે. નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App