Gujarat Rain Forcast: ગુજરાતમાં હવે વરસાદનું જોર ઘટ્યું છે. ગુજરાતમાં ચોમાસું પહોંચે એ પહેલાં જ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આ વર્ષે કેરળમાં ચોમાસું (Gujarat Rain Forcast) સમય કરતાં વહેલું બેસી ગયું છે અને શરૂઆતમાં ખૂબ ઝડપથી આગળ વધ્યું હતું. જે બાદ તે નબળું પડી ગયું છે અને હાલ તે આગળ વધતું અટકી ગયું છે. હાલ તે મહારાષ્ટ્રમાં જ થંભી ગયું છે. સામાન્ય સંજોગોમાં મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ એકાદ અઠવાડિયામાં ગુજરાતમાં આવી જતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું ત્યાં જ ઊભું રહી ગયું છે. ત્યારે આ પરિસ્થિતિમાં હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી આપી છે તે જોઈએ. આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસું કઈ તારીખોમાં ગુજરાત આવી શકે તે અંગેની શક્યતા પણ વ્યક્ત કરી છે.
ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી
રાજ્યમાં આગામી સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી છે.
દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદની આગાહી આપવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદની આગાહી આપવામાં આવી છે.હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે, આજે રાજકોટ, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
સાતમી તારીખથી વરસાદનું જોર ઘટતું હોય તેમ લાગી રહ્યું છે. શનિવારે બોટાદ, અમરેલી, ભાવનગર, દીવ, ગીર સોમનાથ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આઠમી તારીખે, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હીટવેવ બાદ 25 તારીખે એક ડિગ્રી તાપમાન ઘટશે અને 26 અને 27મી માર્ચના રોજ બેથી ત્રણ ડિગ્રી ગગળશે. તાપમાનમાં ઘટાડા બાદ ફરીથી 28-29મી માર્ચના રોજ તાપમાન ઊંચુ જવાની શક્યતા છે. એટલે કે, ગુજરાતીઓને 28 સુધી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. 28થી 31 તારીખ સુધીમાં તાપમાનનો પારો ઊંચો રહેશે. તેમાં પણ 29 અને 30મી માર્ચના રોજ મહત્તમ ઊંચુ તાપમાન જઈ શકે તેવું અનુમાન છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App