સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ ગુજરાતમાં બનશે વિશ્વનું સૌથી ઊંચું મંદિર, 1000 કરોડ ખર્ચાશે – જાણો મંદિરની વિશેષતા

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વની આઠમી અજાયબી સમાન જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી મોટા અને ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણના ભાગરૂપે અમદાવાદના એસ.જી.હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલથી અંદર જાસપુર ગામ ખાતે વિશ્વના સૌથી ઊંચા અને ભવ્ય જગત જનની મા ઉમિયાના મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે. વિશ્વ ઉમિયા ધામ ખાતે 100 વિઘા જમીન અને રૂપિયા 1000 કરોડના ખર્ચે તૈયાર થનારા આ મંદિરનો શિલાન્યાસ સમારોહ આગામી 28-29 ફેબ્રુઆરી 2020ના રોજ વિશ્વઉમિયાધામ જાસપુર- અમદાવાદ ખાતે યોજાશે.

આગામી પાંચ વર્ષ સુધીમાં તૈયાર થનારા આ મંદિરની ઊંચાઇ 431 ફૂટ હશે અને ગર્ભગૃહમાં 52 ફૂટ ઊંચા સ્થાન પર જગત જનની મા ઉમિયા બિરાજશે. આ બે દિવસીય સમારોહમાં બે લાખ કરતાં ભક્તો ઉપસ્થિત રહેશે. મા ઉમિયાના મંદિર માટે વડાપ્રધાનના હસ્તે મહાભૂમિપૂજનના કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી લાખો શ્રધ્ધાળુ ભકતો ખાસ ભાગ લેવા આવવાના છે, કારણ કે, એ દિવસે ઉમિયાની મહાપૂજા, આરતી સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે એમ અત્રે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મુખ્ય સંયોજક સી.કે.પટેલ અને સંયોજક અકિલા આર.પી.પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વૈષ્ણોદેવી સર્કલ પાસે 30 લાખ ચોરસ ફુટ કરતાં વધુ વિસ્તારમાં કનિદૈ લાકિઅ વૈશ્વિક પાટીદાર હબ બનાવમાં આવશે, જેમાં મા ઉમિયાના ભવ્યાતિભવ્ય મંદિર, વિશ્વ અકીલા ઉમિયાધામ સંકુલ કે જેમાં વિવિધ શૈક્ષણિક, વ્યવસાયિક, આરોગ્ય અને રોજગારલક્ષી પ્રવૃત્તિઓને સાચા અર્થમાં ચરિતાર્થ કરી શકાય તે હેતુથી અન્ય સંકુલો અને એકમો પણ ઉભા કરાશે. 100 મીટરથી વધુ ઉંચા મા ઉમિયાના ભવ્ય આર્કિટેક્ચર ધરાવતા મંદિર માટે 41 ફુટ ઉંચી માં ઉમિયાની મૂર્તિને આખરી ઓપ અપાઇ રહ્યો છે, જયારે 51 ફુટનું માતાજીનું ત્રિશૂળ તૈયાર થઇ રહ્યું છે.

આ મહાનુભાવો રહેશે હાજર

આ ઉપરાંત શ્રી શ્રી રવિશંકર, બીએપીએસના મહંત સ્વામી મહારાજ, જગદગુરૂ રામાનંદાચાર્ય સ્વામી રામભદ્રાચાર્યશ્રીજી, અવિચલદાસજી, જગદગુરૂ શંકરાચાર્ય વિજેન્દ્ર સરસ્વતીજી, સ્વામી સચ્ચિદાનંદ, જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ, વિશ્વભંર ભારતીજી મહારાજ સહિત 21થી વધુ દિગ્ગજ સંતો-મહંતો-મહામંડલેશ્વરો તેમજ કથાકારો પાવન ઉપસ્થિતિ આપવાના છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, પરેશ ધાનાણી, અમિત ચાવડા, પુરૂષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહેશે.  ઉલ્લેખનીય છે કે આ મંદિર ગુજરાતના અનોખા ‘ટૂરિઝમ ટેમ્પલ’ તરીકે નિર્માણ પામશે અને તે માટે રાજ્ય સરકારનો સહયોગ પણ પ્રાપ્ત થયો છે.

આ પ્રમાણે છે શિલાન્યાસ સમારોહનો કાર્યક્રમ

શિલાન્યાસ સમારોહ નિમિત્તે 28 ફેબ્રુઆરી-શુક્રવારે સવારે 8થી બપોરે 12 દરમિયાન આહુતિ મહાયજ્ઞા-જગત જનની મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા, જગત જનની મા ઉમિયા સાથે ગણપતિ દાદા-બટુકભૈરવની ચલ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાશે. બપોરે 2 કલાકે 11 હજાર બહેનોની જ્વારા શોભાયાત્રા સાથે મા ગંગાના પવિત્ર જળ ભરેલા 108 કળશનું સ્વાગત-પૂજન કરાશે. સાંજે 4 કલાકે દાતાઓનો અભિવાદન સમારોહ યોજાશે. 29 ફેબ્રુઆરીએ સવારે 8 કલાકે મુખ્ય કૂર્મ શિલા સહિત 9 શિલાઓનું દાતાઓના હસ્તે પૂજન કરાશે.

મંદિર નિર્માણ માટે મળશે આટલા કરોડનું દાન

સાંજે 4 કલાકથી શિલાન્યાસ સમારોહનો પ્રારંભ થશે. આયોજન સમિતિના જણાવ્યા પ્રમાણે આ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધી અંદાજે રૂપિયા 375 કરોડનું દાન મળ્યું છે અને 29 ફેબ્રુઆરી સુધીમાં રૂપિયા 500 કરોડ સુધી દાન પહોંચે તેવી સંભાવના છે. આ મંદિરની ઊંચાઇ 431 ફૂટ છે પણ ધ્વજદંડક સાથે 451 ફૂટ ઊંચાઇ થાય છે. આ મંદિરના સંકુલમાં કન્યા, કુમાર વર્કિંગ વુમન હોસ્પિટલ, સમાધાન પંચ, સ્કીલ યુનિવર્સિટી, હેલ્થ-સ્પોર્ટ્સ-કલ્ચરલ કોમ્પલેક્સ, એનઆરઆઇ ભવન, વિધવા-ત્યક્તા બહેનો માટે રોજગાર કેન્દ્ર, કાયમી લગ્ન કેન્દ્ર, કાયમી ભોજનશાળા પણ હશે.

વિશ્વના સૌથી ઊંચા મંદિરની વિશેષતા

મંદિરની ઊંચાઇ 431 ફૂટ (131 મીટર).

મંદિરની ડિઝાઇન જર્મની અને ભારતના આર્કિટેક્ટના સંયુક્ત પ્રવાસથી બની છે.

માતાજીના મંદિરના શિખરની વ્યુ ગેલેરીમાંથી સમગ્ર અમદાવાદનો નજારો નિહાળી શકાશે.

મંદિરની વ્યુ ગેલેરી અંદાજે 270 ફૂટ છે.

ગર્ભગૃહમાં 52 ફૂટ ઊંચા સ્થાન પર મા ઉમિયા બિરાજશે.

મંદિરનો ગર્ભગૃહ ભારતીય શાસ્ત્રોમાં વર્ણવેલી ડિઝાઇન મુજબ બનશે.

મા ઉમિયાની સાથે મહાદેવનું પારા શિવલિંગ પણ સ્થાપિત કરાશે.

મંદિરના શિખરને સુવર્ણ મંડિત કરાશે.

જાણો બે દિવસ ચાલનારા શિલાન્યાસ સમારોહની રૂપરેખાઃ

28 ફેબ્રુઆરી

સવારે 8થી 12 કલાકે અયુત આહુતિ મહાયજ્ઞ અને જગત જનની મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા

જગત જનની મા ઉમિયા સાથે ગણપતિદાદા અને બટુક ભૈરવની ચલ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાશે

બપોરે 2 કલાકે 11 હજાર બહેનોની જ્વારા શોભાયાત્રા સાથે મા ગંગાના પવિત્ર જળ ભરેલાં 108 કળશનું સ્વાગત અને પૂજન કરાશે

સાંજે 4 કલાકે દાતાઓનો અભિવાદન સમારોહ યોજાશે

29 ફેબ્રુઆરી

સવારે 8 કલાકે મુખ્ય કૂર્મ શિલા સહિત 9 શિલાઓનું દાતાઓના હસ્તે પૂજન

સાંજે 4 કલાકે મુખ્ય કાર્યક્રમ શિલાન્યાસ સમારોહ

શિલાન્યાસ સમારોહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ (BAPS)અને શ્રી શ્રી રવિશંકર(આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન) આશીર્વચન આપશે

શિલાન્યાસ સમારોહમાં સમગ્ર ભારતભરના 21 કરતાં વધુ સંતો, મહંતો, મહામંડલેશ્વરો તેમજ કથાકારો પધારશે

શિલાન્યાસ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *