સરકાર થઇ માલામાલ- સોનભદ્રમાંથી નીકળેલું સોનું ભારતના અર્થતંત્રનો નકશો બદલી નાખશે. જાણો વિગતે

સરકારને સોનાનો ભંડાર મળવાના કારણે સોનભદ્ર જિલ્લો ખુબ જ ચર્ચામાં આવી ગયો. સોનભદ્ર જીલ્લો ઉતરપ્રદેશમાં આવેલો છે. સરકારને આ જિલ્લાના ગામોના વિસ્તારમાં 3 હજાર ટનથી…

સરકારને સોનાનો ભંડાર મળવાના કારણે સોનભદ્ર જિલ્લો ખુબ જ ચર્ચામાં આવી ગયો. સોનભદ્ર જીલ્લો ઉતરપ્રદેશમાં આવેલો છે. સરકારને આ જિલ્લાના ગામોના વિસ્તારમાં 3 હજાર ટનથી વધુ સોનાનું મળ્યું છે. જેની પુષ્ટિ પણ થઈ ચુકી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યો છે કે આ ભંડારાથી દેશનું અર્થતંત્રની દશા અને દિશા બદલી શકે છે. તો ચાલો જાણીએ કે ભારતીય અર્થતંત્રને તેનાથી કેટલો ફાયદો થશે. સોનભદ્રના સોનાથી ભારતના રિઝર્વમાં 5 ગણો વધારો થઇ જશે. ખરેખર, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ જણાવે છે કે હાલના સમયમાં ભારતની પાસે લગભગ 626 ટન સોનાનો ભંડાર છે. અને ત્યાં જ સોનભદ્ર જિલ્લામાં મળેલ સોનું તેનાથી લગભગ 5 ગણુ વધારે છે.

માનવામાં આવી રહ્યું છે કે સોનાના રિઝર્વને લઈને ભારત દુનિયાના ટોપ 3 દેશોમાં સામેલ થઈ શકે છે. સોનભદ્રમાં સોનાના ભંડારનો એક આયાત પર જોવા મળી શકે છે. આ વાતની સંભાવના છે કે આવનાર સમયમાં ભારત સોનાની આયાત ઓછી કરી દે. હકીકતે ભારત દુનિયામાં સોનાની સૌથી વધુ આવક કરે છે. ભારતમાં મુખ્યત્વે સોનાના ઘરેણાંની માંગ પુરી કરવા માટે સોનાની આયાત કરવામાં આવે છે. સરકારી આંકડાઓ અનુસાર દેશની વાર્ષિક સોનાની આયાત 800-900 ટન છે. ત્યાં જ મુલ્યના આધાર પર દેશની ગોલ્ડ આયાત લગભગ 33 અરબ ડોલર છે.

આયાત ઓછી થવાનો મતલબ છે કે વ્યાપાર ઘાટામાં પણ દેશને રાહત મળશે. વર્ષ 2019-2020 ના એપ્રિલ-નવેમ્બર મહિનામાં સોનાની આયાતમાં કપાતથી વ્યાપાર ઘાટો પણ ઓછો થયો અને તે 106.84 અરબ ડોલર પર રહ્યો. એક વર્ષ પહેલા આ સમયગાળામાં વ્યાપાર ઘાટો 133.74 અરબ ડોલર પર હતો. જાહેર છે કે વ્યાપાર ઘાટાના કામ હોવાથી દેશના સરકારી ખજાનામાં પૈસાની બચત થશે અને રાજકોષીય ઘાટામાં સુધારો થશે. અહીં જણાવી દઈએ કે મોદી સરકાર સતત ત્રીજા વર્ષે રાજકોષીય ઘાટાનું લક્ષ્ય હાસિલ નથી કરી શકી.

હાલ ચાલુ નાણાંકીય વર્ષમાં વધીને ઘરેલુ ઉત્પાદનના 3.8 ટકા થવાનું અનુમાન છે. જેના પહેલા તેની 3.3 ટકા રહેવાની સંભાવના દર્શાવવામાં આવી હતી. આવતા નાણાંકીય વર્ષ માટે રાજકોષીય ખાધ 3.5 ટકા રહેવાનું અનુમાન છે. રાજકોષીય નુકશાન સરકારની આવક અને વ્યયના અંતરને દર્શાવે છે. તેનો મતલબ છે કે સરકારની પાસે જે સાધન છે તે તેનાથી વધુ ખર્ચ કરી રહી છે. રાજકોષીય ખાધમાં ઘટાડાની અસર એવી જ થશે જે તમારી કમાણીના મુકાબલામાં ખર્ચ ઓછી થવા પર થાય છે. ખર્ચ વધવાની સ્થિતિમાં આપણે પોતાની જરૂરીયાતોને પુરી કરવા માટે દેવું લઈએ છીએ.

તમને જણાવી દઈએ કે સરકાર આવતા નાણાકીય વર્ષમાં બજારમાંથી 5.36 લાખ કરોડ રૂપિયાનું દેવુ લેશે. ત્યાં જ ચાલુ નાણાંકીય વર્ષ 2019-2020 ના માર્ચ મહિના સુધી 4.99 લાખ કરોડ રૂપિયા દેવુ એકઠા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સમયમાં દેશની જીડીપી ગ્રોથ રેટમાં સુધારો થશે. ચાલુ નાણાંકીય વર્ષમાં દેશની જીડીપી ગ્રોથ રેટ 5 ટકા પર રહેવાનો અનુમાન છે. આટલું જ નહીં નાણાંકીય વર્ષમાં 6થી 6.5 ટકા ગ્રોથનું અનુમાન જણાવવામાં આવી રહ્યું છે. જો જીડીપી ગ્રોથ રેટમાં સુધારો થાય છે તો મોદી સરકારના વર્ષ 2025 સુધી 5 ટ્રિલિયન ડોલર અર્થતંત્રનું સપનું પણ પુરૂ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *