ટ્રમ્પે કરેલા 26 મિનિટના ભાષણમાં તેઓ 50 વખત બોલ્યા આ એકનો એક શબ્દ, જાણો વિગતે

ભારતના બે દિવસીય પ્રવાસે આવેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની એકતાની પ્રશંસા કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે આયોજિત “નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમમાં જણાવ્યું કે ભારતની એકતા વિશ્વ માટે પ્રેરણાદાયક છે. આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વામી વિવેકાનંદના કથનને યાદ કરીને કહ્યું કે, ભારત અને અમેરિકા સ્વાભાવિક સહયોગી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા 26 મિનિટના ભાષણમાં “ભારત” શબ્દનો ઉલ્લેખ વારંવાર કર્યો અને 50 વખત આ શબ્દનું પુનરાવર્તન કર્યુ.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા 26 મિનિટના ભાષણમાં અમેરિકા શબ્દ 23 વાર, મોદી 12, દુનિયા 11, આતંકવાદ 7, પાકિસ્તાન 4, મિલિટરી 7, લોકતંત્ર 5, મિત્રતા 5, અર્થવ્યવસ્થા 5, વેપાર 4, કલ્ચર 3, બોર્ડર 2, સુરક્ષા 3, પાડોશી 2, ગુજરાત, ગાંધી અને મોટેરા 2 વાર અને ગરીબી શબ્દનો 2 વાર ઉલ્લેખ કર્યો. જ્યારે તેના ભાષણમાં સાયન્સ, ટેક્નોલોજી, બોલીવુડ, ચાવાળા, સચિન તેંડુલર, વિરાટ કોહલી, સરદાર પટેલ, વિવેકાનંદ અને તાજમહેલનો પણ ઉલ્લેખ થયો.

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક લાખથી વધારે લોકોને સંબોધન કર્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆત નમસ્તેથી કરી હતી અને ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની ખાસ વાતો કઈ કઈ રહી તેના પર એક નજર કરીએ તો..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆત ટ્રમ્પ અને તેમના પરિવારના સ્વાગતથી કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવતા કહ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ માટે અમેરિકાથી સીધા અમદાવાદ આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો. સાથે જ આ કાર્યક્રમના નામ નમસ્તેના શબ્દનો અર્થ પણ સમજાવ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં આટલા ભવ્ય સમારોહ માટે ગુજરાતના અને અન્ય રાજ્યના લોકોનું અભિવાદન કર્યું હતું. આ ઉપરાંત આઝાદીના યોગદાન ધરાવતી સાબરમતી નદીના કિનારે સ્વાગત હોવાનું જણાવ્યું. મોદીએ પોતાના ભાષણમાં 5 હજાર વર્ષ જૂનાં ધોળાવીરા અને લોથલ સી પોર્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરીને જે રીતે અમેરિકાના લોકોને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર ગર્વ છે તેવી જ રીતે ભારતીયોને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગર્વ હોવાની વાત કરી.

પીએમ મોદીએ ટ્રમ્પની આ મુલાકાતથી ભારત-અમેરિકાની મજબૂત દોસ્તીનો ઉલ્લેખ કરી આ એક એવો અધ્યાય છે જે ભારત-અમેરિકાના લોકોના વિકાસને નવી તક આપશે તેમ જણાવ્યું હતું. સાથે જ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ કાર્યક્રમ બાદ અમેરિકા અને ભારતના લોકો માટે પ્રોગ્રેસ અને પ્રોસ્પેરિટીનો નવો દસ્તાવેજ તૈયાર થશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રશંસા પણ કરી હતી. તેઓએ કહ્યું હતું કે ટ્રમ્પ ખૂબ મોટું વિચારે છે અને અમેરિકી ડ્રિમ્સને સાકાર કરવા માટે તેમણે જ કર્યું છે તે આખી દુનિયા જાણે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ફર્સ્ટ લેડી અને ટ્રમ્પના પત્ની મેલેનિયાના બાળકો માટેના તેમના કાર્યક્રમોની પ્રશંસા કરી હતી. સાથે જ મેલેનિયાની ભારત મુલાકાત ખૂબ સન્માનની વાત હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં ઈવાન્કાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ઈવાન્કા બે વર્ષ પહેલાં પણ તમે ભારત આવ્યા હતા. ત્યારે તમે કહ્યું હતું કે, હું ફરી ભારત આવવા માંગીશ. મને ખુશી છે કે આજે તમે ફરી અમારી વચ્ચે છો. તમારું સ્વાગત છે. જમાઈ વિશે મોદીએ કહ્યું કે, તમે લાઈમ લાઈટથી દૂર રહો છો. તમને મળીને અહીં જોઈને ઘણી ખુશી થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *