વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ રોજે રોજ ઉમટી પડતા હોય છે. એમાં પણ રજાના દિવસોમાં તો પ્રવાસીઓની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો નોંધાય છે. 1લી માર્ચ રવિવારના દિવસે વડોદરા ના નવાપુરા વિસ્તાર માં એસ .આર પી ગ્રીઉન્ડ ની પાછળ રહેતો પરમાર પરિવાર પોતાની કારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યો હતો. એ બાદ એ પરિવાર ગાયબ થઈ જતા હજુ સુધી તેમના ઘરે પરત ફર્યો નથી અને કોઈ સંપર્ક પણ થયો નથી. તેમના પરિવારજનો ચિંતાતુર બન્યા છે અને કેવડિયા પહોંચી પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે.
સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઇને બહાર નિકળ્યો હતો પરિવાર
વડોદરાના નવાપુરા વિસ્તાર ના એસ. આર. પી.ગ્રઉન્ડ પાસે રહેતા કલ્પેશ ચંદુભાઈ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા પરમાર અને પોતાનો એક 9 વર્ષનો છોકરો અને 7 વર્ષની પુત્રી સાથે પોતાની કાર GJ 06 KP 7204 માં કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા ગત તારીખ 29.02 2020 ના રોજ આવ્યો હતો. લગભગ 12.30 વાગ્યે તેઓ ત્યાં પહોંચી ગયા હતા. જ્યાં પરિવારના પાંચેય સભ્યોએ ખુશખુશાલ મુદ્રામાં સરદાર પટેલની વિરાટ પ્રતિમા સાથે ફોટા પણ પડાવ્યા હતા. તેમજ કલ્પેશભાઈએ પુત્રને તેડી પત્ની સાથે સેલ્ફી પણ લીધી હતી.
કલ્પેશભાઈનો મોબાઈલ સ્વીચ ઓફ
સાંજે 7.30થી 7.45 વાગ્યાની વચ્ચે તેઓ કાર લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી રવાના થયા હતા, તે વખતે કલ્પેશ પરમારે તેમના સાળા નિર્મલને ફોન કરી અમે નીકળ્યાં છે, તેમ જણાવ્યું હતું. જો કે, મોડીરાત સુધી તેઓ ઘરે પરત ફર્યા ન હતા. જેથી સગા – સબંધીએ કલ્પેશભાઈના મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં સ્વીચ ઓફ મળ્યો હતો.
મોબાઇલ લોકેશન પરથી તપાસ જારી
કેવડિયા પોલીસે સવારથી સાંજ સુધીના CCTV ફૂટેજ ચેક કરતા તેઓ સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એન્ટર થતા અને મોડી સાંજે 7:30 કલાકે ત્યાંથી પરત જતા નજરે ચઢે છે. એ બાદ તેઓ ક્યાં ગયા એ મામલે હાલ એમના મોબાઈલ લોકેશન પરથી કેવડિયા પોલીસ તપાસ કરી રહી છે. આ આખે આખો પરિવાર ક્યાં ગયો, એમની સાથે કોઈ અજુગતો બનાવ તો નહીં બન્યો હોય ને એ બાબત હાલ પરિવારજનોને સતાવી રહી છે. પરિવારના સભ્યોએ સ્ટેચ્યુની મુલાકાતની તસ્વીર પરિવાર સાથે શેર કરી એ બાબતની જાણ કરતા નર્મદા પોલીસે તપાસ હાથ ધરી છે.
ફેસબુક ઉપર ફોટા મૂક્યા પણ પાછા ન આવ્યા
સાંજે પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર સ્ટેટચ્યું ઓફ યુનિટી ના ફોટા અપલોર્ડ કરીને વડોદરા જવા માટે રવાના થયા હતા. ઘણો સમય વીતી જવા છતાં તેઓ પોતાના ઘરે ન પરત ફર્યા નહતા. જેના કારણે એમના અન્ય પરિવારજનો એમની શોધખોળ આદરી હતી. અને આ પરિવાર મળી ન આવતા આજે ગુમ થયા ના સમાચાર સાથે કિરીટભાઈ કેવડિયા આવી પહોંચ્યા હતા. અને એમના ગુમ થયાની જાણવા જોગ કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે CCTV કેમેરામાં તપાસ કરી
પોલીસે CCTV કેમેરામાં તપાસ કરીને જણાવ્યું કે, રવિવારે મોડીસાંજે 7:30 વાગ્યાની આસપાસ તેમની સફેદ કલરની અલ્ટો કાર સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નર્મદા માતાના મંદિર પાસેના કેમેરામાં બહાર નીકળતાં દેખાઈ હતી, તે પછી તેમનો કોઈ અતોપતો નથી. જેને લઈ સગા-સબંધીઓમાં પણ ચિંતાનું મોજૂ ફરી વળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.