જ્યા-જ્યા રસ્તા પર ખાડા દેખાય તેની જાણ તંત્રને કરો, સરકાર આપશે તમને મોટું ઇનામ. સરકારે શરુ કરી મોટી પહેલ

તમે ઘણીવખત જોયું હશે કે, રસ્તા પર પડેલા ખાડાઓના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. અને ઘણી વખત આવા ખાડાઓ અકસ્માતો અને મોતનું કારણ બનતા હોય છે. પણ આ રાજ્યની સરકારે રસ્તા પર પડેલા ખાડાઓથી છુટકારો મેળવવા માટે એક નોખી રીત શોધી છે. આ રાજ્ય સરકારે હરપથ નામની એક મોબાઈલ એપ્લીકેશન બહાર પાડીને રસ્તા પર પડેલા ખાડાની જાણકારી આપનાર વ્યક્તિને 100 રૂપિયાની રકમ આપવાનો નિર્ણય કર્યો છે. ખાડા અંગે જાણકારી આપવા માટે લોકોએ બસ એટલું કરવાનું રહેશે કે પોતાના મોબાઈલ દ્વારા હરપથ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરો અને તેમાં પોતાના ક્ષેત્રના રસ્તામાં પડેલા ખાડાઓના ફોટા અપલોડ કરવાના રહેશે.

96 કલાકની અંદર ખાડા પૂરવાની સૂચના

મળતી માહિતી પ્રમાણે, આ એપમાં ખાડાના ફોટા અપલોડ કર્યા પછી જિયો મેપિંગ દ્વારા રસ્તાની ખબર મેળવવામાં આવશે. અને સંબંધિત કોન્ટ્રાક્ટરોએ 96 કલાકની અંદર આ ખાડાને પૂરવાનો આદેશ આપવામાં આવશે. જો કોન્ટ્રાક્ટર નક્કી કરેલા સમયની અંદર તે ખાડાને પૂરવામાં નિષ્ફળ જશે તો તેના ઉપર દરરોજ 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. દંડ ફટકારવામાં આવેલી રકમમાંથી 100-100 રૂપિયા વળતરના રૂપમાં ફરિયાદ કરનાર વ્યક્તિને આપવામાં આવશે.

1 એપ્રિલ 2020થી આ યોજના લાગૂ

મળતી માહિતી પ્રમાણે, રાજ્ય સરકારે આ યોજનાની જાહેરાત તેના નવા બજેટમાં કરી છે. જે 1 એપ્રિલ 2020થી લાગૂ થઈ જશે. આ યોજના લાગૂ થયા પછી રાજ્યના રસ્તાઓની હાલત તો સુધરશે જ પણ સાથે કોન્ટ્રાક્ટરોની જવાબદારી પણ નક્કી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *