સુરતમાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે. સુરતના પુણાગામ વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલા SMCના કર્મચારીઓ ઉપર ભાજપ કોર્પોરેટર સોનલ દેસાઈ અને અન્ય લોકોએ હુમલો કર્યો હતો. સોનલ દેસાઈએ SMCના કર્મચારીને ઉપરા છાપરી તમાચા ઝીંકીં દેતા મામલો તંગ બનાવ્યો હતો. આ વીડિયોમાં સોનલ દેસાઈની દાદાગીરી જોવા મળી રહી છે.
સોનલ દેસાઈએ પોલીસને ફરિયાદ કરવાની પણ ધમકી આપી
દબાણ હટાવવા માટે આવેલી SMCની ટીમના સુરક્ષા કર્મી સાથે સોનલ દેસાઈએ અભદ્ર વર્તન કર્યું. સુરક્ષાકર્મી સાથે દાદીગીરી કર્યા બાદ સોનલ દેસાઈએ પોલીસને ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી. કોર્પોરેટરની ઉશ્કેરણીથી લારીવાળાઓએ પણ હુમલો કરતાં બે કર્મચારીઓને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.કોર્પોરેટર દ્વારા સર્જવામાં આવેલા બખેડાનો વીડિયો વાઈરલ થયો હતો.
કિરણ ચોકમાં બબાલ સર્જાઈ હતી
સુરતના પુણા વિસ્તારમાં કિરણ ચોક પાસે મનપાના દબાણ ખાતા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રોડ પર લારીઓ ઉભી રહેતા ચક્કાજામ સર્જાતો હતો. જેના ભાગરૂપે મનપાના કર્મચારીઓ દબાણ હટાવવા પહોંચ્યાહતાં. મનપાના કર્મચારી પ્રતિક પટેલ તેમજ મહેન્દ્ર પાટીલને દબાણ હટાવતા પહેલ જ મહિલા કાઉન્સિલર સોનલ દેસાઈએ કોલર પકડી માર માર્યો હતો. નગર સેવિકા સોનલ દેસાઈના આ વર્તનના કારણે મનપાનો સ્ટાફ ડઘાઈ ગયો હતો.
કશું કહેવું નથીઃ કોર્પોરેટર સોલનબેન દેસાઈ
મનપાના કર્મચારીઓ સાથે ઝપાઝપી બાબતે વોર્ડ નંબર 15 પુણાપૂર્વના કોર્પોરેટર સોલનબેન દેસાઈએ જણાવ્યુંહતું કે, તેઓ આ મુદ્દે હાલમાં કોઈ ચર્ચા કરવા માંગતા જ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.