ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

મહામારીનું કારણ બનેલા ચીનથી 4 હજારથી વધારે કંપનીઓ ગુજરાત સહીત ભારતના આ રાજ્યોમાં આવશે અને…

હાલમાં કોરોના મહામારીના કારણે દરેક દેશના લોકો મુશીબતનો સામનો કરી રહ્યા છે. દરેક દેશના લોકોને હાલમાં ચીન પ્રત્યે નફરત ઉભી થઈ ગઈ છે. એવામાં ગુજરાત માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ઉદ્યોગ-ખનીજ સચિવ મનોજ કુમાર દાસના જણાવ્યા અનુસાર, કોરોના મહામારીનું કારણ બનેલા ચીનથી 4 હજારથી વધારે કંપનીઓ ભારતમાં શિફ્ટ કરવા માટે અન્ય દેશો તૈયાર થઈ ગયા છે. તેમાં 1 હજારથી વધારે અમેરિકી, 2600 જાપાની અને આશરે 400 કોરિયન કંપનીઓ સામેલ છે. તેમાંથી મોટાભાગની કંપનીઓએ ભારતમાં આવવા રસ દાખવ્યો છે.

તેનો સૌથી મોટો ફાયદો ગુજરાતને મળી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે, રાજ્યનો વિશાળ કોસ્ટલ એરિયા છે જ્યાંથી નિકાસ સરળતાથી થઈ શકે છે. આ માટે ઉચ્ચ અધિકારીઓની ડેડિકેટેડ ટીમ છે. આ ટીમ બે સ્તરે કામ કરે છે. એક સ્તર પર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ, પ્રૉડક્શન હબ માટે 1.20 લાખ હેક્ટર જમીનની લેન્ડ બેન્ક બનાવવામાં આવી રહી છે. જેમાંથી 33000 હેક્ટર જમીન દહેજ, સાણંદ, ખોરજ અને ધોલેરામાં તારવવામાં આવી છે. અધિકારીઓની એક ટીમ આ કંપનીઓ સાથે સંપર્કમાં છે, જેથી તેમને ગુજરાન લાવી શકાય. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ વિદેશી કંપનીઓ રોકાણ કરી શકે એમ છે.

ગુજરાતની સ્પર્ધા ભારતના અન્ય રાજ્યો સાથે જ નહીં પણ વિયેટનામ, સિંગાપોર, થાઇલેન્ડ જેવા દેશો સાથે છે

મળતી માહિતી અનુસાર, ગુજરાતની સ્પર્ધા ભારતના અન્ય રાજ્યો સાથે જ નહીં પણ વિયેટનામ, સિંગાપોર, થાઇલેન્ડ જેવા દેશો સાથે છે.પણ વિશાળ કુદરતી કોસ્ટ લાઇન, રેડિમેડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કિલ્ડ લેબર અને સરકારની સાનુકૂળ નીતિઓના કારણે આપણે સૌથી વધારે એફડીઆઇ લાવવામાં સફળ થઈશું. ગુજરાત સરકાર 10 સેક્ટરો પર ફોકસ કરવા જઈ રહી છે. ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મા, કેમિકલ્સ, ફર્ટિલાઇઝર્સ, મેડિકલ ડિવાઇસ, હેવી એન્જિનિયરિંગ, સોલર ઇક્વિપમેન્ટ અને ફૂડ પ્રોસેસિંગમાં એફડીઆઇ લાવવા પર સરકારનું વધુ ફોકસ છે.

ગુજરાત રાજ્યના સચિવના એક જૂથે જાપાનની બે કંપનીઓને ગુજરાત લાવવામાં સફળતા મેળવી છે. સચિવો દ્વારા હાલમાં બીજી અન્ય કંપનીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે.  1.20 લાખ હેક્ટરની લેન્ડ બેન્ક બનાવવામાં આવી રહી છે. 33 હજાર હેક્ટર જમીન નક્કી કરી લેવાઈ છે. સાણંદ, રાજકોટ, ભરૂચમાં મેડિકલ ડિવાઇસ પાર્ક, બલ્ક ડ્રગ પાર્ક, ઑટો ઇન્ડસ્ટ્રીઝ સેટઅપ થઈ રહી છે. સાણંદમાં ઑટો એક્ઝિલરી પાર્ક સાથે 4600 એકરનો ઑટો પાર્ટ્સ હબ બનાવવાની તૈયારી છે.

કંપનીઓને શું સુવિધાઓ આપવામાં આવી રહી છે?

ભારતમાં આવનારી કંપનીઓને કેન્દ્ર સરકાર 40 હજાર કરોડ રૂપિયાનું પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ આપશે. પ્રતિસ્પર્ધી મહારાષ્ટ્ર, તમિલનાડુની તુલનામાં ગુજરાત ઓછા ખર્ચમાં ટ્રાન્સપોર્ટેશન ઉપલબ્ધ કરાવશે. ચીનથી ગુજરાત આવનારી કંપનીઓને સાત દિવસમાં જમીન અપાશે. તમામ પ્રક્રિયા ઑનલાઇન. એન્વાયરમેન્ટ ક્લિયરન્સમાં પણ રાહત. 15 દિવસમાં ડૉક્યુમેન્ટેશન કામગીરી પૂર્ણ કરાશે. 1200 દિવસ એટલે કે 3.2 વર્ષ સુધી લેબર લૉમાં છૂટ. દહેજ, સાણંદ, ખોરજ, ધોલેરા તથા કેટલાક અન્ય એસઇઝેડમાં પહેલેથી જ જમીન તૈયાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: