ઈન્ડોનેશિયામાં 103 વર્ષના વૃદ્ધ પોતાનાથી લગભગ 66 વર્ષ નાની મહિલા સાથે અનોખા લગ્ન કરીને અચાનક ચર્ચામાં આવી ગયો છે. 103 વર્ષના પુઆંગ કટ્ટેએ 37 વર્ષની ઈંડો અલંગની સાથે લગ્ન કર્યા છે. ફેસબુક અને ટ્વિટર પર લગ્નની તસ્વીરો વાયરલ થયા બાગ લોકોએ આ અરેન્જ મેરેજ વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે. સ્થાનીક મીડિયાની રિપોર્ટ અનુસાર પુઆંગ એક ડચ કર્નલ છે તેમણે 1945-1949નું યુદ્ધ લડ્યું હતું. વૃદ્ધ સાથે લગ્ન કરનાર મહિલાના એક સંબંધીએ જણાવ્યું કે તેમને પુઆંગની સાચી ઉંમર વિશે નથી ખબર પરંતુ તે 100 વર્ષથી વધુ છે.
અનોખા લગ્ન
દુલ્હા અને દુલ્હનની ઉંમરમાં ફરક જાણ્યા બાદ હવે આખા એશિયામાં અનોખા લગ્નથી લોકો ચોંકી ગયા છે. સોશિયલ મીડિયા પર બન્નેના લગ્નનો વીડિયો ફરી રહ્યો છે. પુઆંગે દુલ્હનના પરિવારને જે દહેજ આપ્યુ છે તેને લઈને પણ ચર્ચા થઈ રહી છે. પુઆંગે યુવતીના પરિવારને ખૂબ મામુલી રકમ આપીને તેની સાથે લગ્ન કર્યા. પરંતુ મીડિયાએ આ લગ્ન પાછળ દહેજ પ્રથાને જવાબદાર ગણાવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પુઆંગે છોકરી વાળાને દહેજમાં લગભગ 25000 રૂપિયા અને એર સોનાની વિંટી આપીને આ લગ્ન કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.