ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

Whatsappને ટક્કર આપવા માટે Telegramની અનોખી પહેલ, મળશે આ ખાસ સુવિધા

હાલમાં લોકડાઉન હોવાના કારણે લોકો આખો દિવસ મોબાઈલ ફોનમાં જ રચ્યા-પચ્યા રહેતા હતા. જેના કારણે ટેલીગ્રામ મેસેઝિંગ એપ (telegram) ખુબ જ ઝડપી વોટ્ટસ એપ ઓલ્ટરનેટિવ તરીકે લોકપ્રિયા થઇ રહ્યું છે. પરંતુ આ એપના યૂઝર્સ તેમા વીડિયો કોલિંગને મિસ કરી રહ્યા હતા. હવે ખબર છે કે ટેલીગ્રામ આઇઓએસ પર વીડિયો કોલિંગ ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફિચરને ટેલીગ્રામ 6.3 બીટા વર્ઝનમાં દેખવામાં આવ્યું છે. તેને એપ સ્ટોરથી ટેસ્ટ ફ્લાઇટની મદદથી સીધા ડાઉનલોડ કરી શકાય છે.

જોકે, ટેલીગ્રામે ઓફિશિયલી આ ફિચર્સને રજૂ કર્યાની ઘોષણા કરી નથી. પરંતુ ઘણા બધા યૂઝર્સ ટ્વીટર પર આ ફિચરને આઇઓએસ બીટા લાઇવ હોવાની વાત કહી છે. આ વીડિયો કોલિંગ ફિચર હાલમાં આઇઓએસ બીટા માટે લાઇવ છે, જેને તમે પણ ટ્રાઇ કરી શકો છો. આ માટે સૌથી પહેલા ટેલીગ્રામ એપ પર Debug મેનુને એક્સેક કરવાનું રહેશે. તેને ઓપન કરવા માટે નેવિગેશન બારમાં નીચેની બાજૂ સેટિંગ્સ આઇકોન પર ઝડપથી 10 વખત ટૈપ કરવાનું રહેશે. તેના પછી એક્સપેરિમેન્ટલ ફિચરને ઓન કરવાનું રહેશે. જ્યારે આ પ્રોસસ પૂર્ણ થઇ જાય તો પછી તમે ટેલીગ્રામના ચેટ વિંડોમાં વીડિયો બટણ જોવા મળશે. ટેલીગ્રામ એ એક લોકપ્રિય સુરક્ષિત મેસેઝિંગ સર્વિસ છે.

વોટ્સએપ ના પ્રતિસ્પર્ધી ટેલિગ્રામ દ્વારા પોતાની એપ ના નવા અપડેટ ને લોન્ચ કરવા માં આવ્યું છે જેના કારણે હવે આ એપ ની અંદર ઘણા બધા નવા ફીચર્સ પણ જોડાય ચુક્યા છે. આ લેટેસ્ટ અપડેટ ની અંદર કંપની દ્વારા ચેટ એક્સપિરિયન્સ અને ચેનલ પરફોર્મન્સ મોનીટરીંગ જેવા ફીચર્સ જોડવા માં આવ્યા છે. અને સાથે સાથે તેની અંદર નવા ઈમોજી નો પણ સમાવેશ કરવા માં આવ્યો છે.

ટેલીગ્રામ એપને વિશ્વભરમાં 400 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. અહીંની ગુપ્ત ચેટ એ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સજ્જ છે, એટલે કે તમારી વાતચીત સંપૂર્ણપણે સુરક્ષિત છે. સારી વાત એ છે કે આ મલ્ટીપલ પ્લેટફોર્મ પર તેનો ઉપયોગ એક સાથે કરી શકાય છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈને મોબાઇલ પર ટેક્સ્ટ કરી રહ્યાં છો, તો તમે તેને પીસી પર પણ ચાલુ રાખી શકો છો. આ એક મફત એપ્લિકેશન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: