ભારતમાં આવેલ હરિયાણાના કૈથલમાં 65 વર્ષના સતપાલ યાદવ આ વર્ષે ઓપન સ્કૂલિંગ બોર્ડથી 12મા ધોરણની પરીક્ષા આપી રહ્યા છે. સતપાલે 12મા ધોરણની પરીક્ષા આપવાનો નિર્ણય એટલા માટે લીધો કે જેથી તે 10મા ભણનારા તેના પૌત્ર નિશાંત યાદવને ગાઈડ કરી શકે. સતપાલે જણાવ્યું છે કે, મેં 45 વર્ષ પહેલા 10માં ધોરણની પરીક્ષા આપી હતી. ત્યાર બાદ પછી આજે તેઓ કોઈ પરીક્ષા આપવા માટે બેઠા છે. પરંતુ તેઓ આજે પોતાના પૌત્ર નિશાંત યાદવને ગાઈડ કરી શકે તે માટે પરીક્ષા આપી રહ્યા છે.
દિવસે ખેતી કરે અને રાત્રે અભ્યાસ કરે
હરિયાણાના કૈથલમાં રહેનારા સતપાલ યાદવ પોતાનું ગુજરાન ચલાવવામાં માટે ખેતી અને પશુપાલન કરે છે. છતાં તે ભણવા માટે સવારે અને સાંજે સમય કાઢી લે છે. તે સવારે 4 વાગ્યે ઉઠે છે અને 1 કલાક અભ્યાસ કરે છે. ત્યાર બાદ બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી અભ્યાસ કરે છે. અને 5 થી 8 ખેતી કરે છે. પાછા સાંજે 8 થી 10 વાગ્યા સુધી અભ્યાસ કરે છે.
ભણવાની કોઈ ઉંમર નથી
સતપાલ કહે છે કે, ભણવાની કોઈ ઉંમર હોતી નથી. 12મુ ઘોરણ પાસ કર્યા પછી તેઓ અટકી નહિ જાય. ત્યાર બાદ તેઓ ગ્રેજ્યુએશન પણ પૂર્ણ કરશે. જેના માટે તેમણે મન મક્કમ કરી લીધું છે.
સતપાલનો પૌત્ર નિશાંત કહે છે કે, તેના દાદા ઘણીવાર તેની સાથે બેસીને જ ભણે છે. જો તેમને કંઇ સમજાતું નથી તો અમને પૂછી લે છે. દાદા વિશે તેના ક્લાસમાં ભણનારા અન્ય વિદ્યાર્થીઓ પણ પૂછે છે. એમ પણ કહેવાય જ છે ને કે, ભણવાની કોઈ ઉંમર હોતી નથી. તમે કોઈ પણ ઉંમરે કશુ પણ હાંસલ કરી શકો છો. બસ, તમાર ઈરાદા મજબૂત હોવા જોઈએ. જો ઈરાદો મજબૂત હશે તો તમે કોઈ પણ ઊંચાઈ સરળતાથી પાર કરી શકશો. કંઇ પણ કરવાની ધગસ હોવી જરૂરી છે. અને એજ ધગસ સતપાલમાં જોવા મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.