હોળી-ધૂળેટીના પવિત્ર તહેવાર પર આવી ભૂલ કરી તો થઇ જશો બરબાદ, જાણો અહીં

હોળી-ધૂળેટી એટલે રંગોનો તહેવાર, તમારે આજથી પહેલા સ્કુલ, કૉલેજ અને ઑફિસમાં તો હોળીના તહેવાર ઉજવણી થઈ ગઈ હશે. પણ, આ વર્ષે તમે હોળીને એવી રીતે ઉજ્વજો  કે તમારી આસપાસના લોકોને પણ આનંદ આવે. તો આજે આપણે વાત કરીશું કે હોળીના દિવસે કેવા કામ કરવા જોઈએ નહીં.

કોઈને પણ બળજબરીથી રંગ લગાવશો નહીં, જેનાથી સામે વળી વ્યક્તિને સારું લાગે

હોળીનો તહેવાર હોવાથી તમને એવો અધિકાર મળી જતો નથી કે કોઈને પણ બળજબરીથી રંગ લગાડવામાં આવે. કોઈની પણ ઈચ્છા વિરુદ્ધ તેને રંગ લગાડવો યોગ્ય નથી. એટલે કહેવાનો ભાવાર્થ એટલો છે કે કોઈ પણ ને જો રંગ લગાવી દો તો તેને સારું લાગે કે ના લાગે. એટલે કોઈ પણ સાથે બળજબરી પૂર્વક રંગ લગાવો નહિ.

પાણી વેડફશો નહીં

એક રિપોર્ટ અનુસાર હોળીના તહેવાર પર દરેક વ્યક્તિ સરેરાશ 30 લીટર પાણીનો બરબાદ કરે છે. હોળીના દિવસે પાણી વેડફતા પહેલા એટલું વિચારી લેજો કે દેશમાં એવા ઘણાં વિસ્તાર છે જ્યાં પાણી ભરવા માટે લોકોએ કિલોમીટરો સુધી દૂર જવું પડે છે.

સાથે-સાથે હોળીના દિવસે ભૂલથી પણ કેમિકલ, ફેવિકોલ અને કાચના કલરનો ઉપયોગ કરશો નહીં. આ કલર શરીરને નુકસાનકારક છે. આ રંગ શરીર પરથી જલદી જતો નથી અને ઈન્ફેક્શન થઈ જાય છે.

હોળી પ્રગટાવવા આ પ્રકારની ચીજવસ્તુનો ઉપયોગ કરશો નહીં

હોળી પ્રગટાવો ત્યારે તેમાં ક્યારેય સોફા, પ્લાસ્ટિક, ગાદલા જેવી ચીજવસ્તુઓનો ઉપયોગ કરશો નહીં. સાથે-સાથે નશો શરીર અને ખાસ કરીને માનસિક સ્થિતિ માટે ખૂબ જ હાનિકારક છે. હોળીના દિવસે નશો કરવો જોઈએ નહીં.

કાદવ અને છાણથી હોળી રમશો નહીં

હોળી સુંદર તહેવાર છે, પણ કેટલાંક લોકો હોળી પર કાદવ અને છાણનો ઉપયોગ કરીને લોકોને મુસીબતમાં મૂકે છે. મહેરબાની કરીને હોળીના તહેવાર પર કાદવ-છાણનો ઉપયોગ કરીને હોળીનો તહેવાર બગાડશો નહીં.

હોળીના તહેવારમાં પશુ-પંખી પર રંગ ફેંકવા ના જોઈએ

લોકો હોળી પર કૂતરા અને ગાયથી માંડીને ઘણા પશુ અને જાનવરો પર રંગ ફેંકતા હોય છે. કેટલાંક રંગમાં કેમિકલ હોવાથી પ્રાણીઓને પણ નુકસાન થાય છે. મહેરબાની કરીને હોળીના તહેવારમાં પ્રાણીઓને ફુગ્ગા મારશો નહીં અને તેઓને રંગ લગાવશો નહીં.

હોળીમાં ગુલાલનો ઉપયોગ કરો

હોળીમાં ગુલાલનો ઉપયોગ કરો જેનાથી કોઈને પણ સમસ્યા થાય નહીં. હોળીનો તહેવાર આનંદનો છે, ફરિયાદો ભૂલીને એકબીજા સાથે હળવા-મળવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *