કેન્દ્રીય કેબિનેટની શુક્રવારે એક મહત્વની બેઠક થઈ. જેમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા. મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને લઈ મોટા સમાચાર આવ્યા છે. કેબિનેટની બેઠકમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. કેબિનેટ બેઠક પછી માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે બેઠકમાં છ મહત્ત્વૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં યસ બેંકના રિસ્ટ્રકચર યોજનાને મંજૂરી, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના ડીએમાં ચાર ટકાનો વધારો, નિકાસ સંબિધત મહત્ત્વપૂર્ણ નિર્ણયો સામેલ છે.
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા વધારવાના સરકારના નિર્ણયથી 48 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. સરકારે 4 ટકા ડીએ એક જાન્યુઆરી, 2020થી વધારવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી પ્રમાણે, એક કરોડ 13 લાખ પરિવારોને આ નિર્ણયથી ફાયદો થશે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે મોદી સરકારે એક જાન્યુઆરી, 2016ના રોજ સાતમા પગાર પંચને અમલમાં મૂકવાનો નિર્ણય લીધા હતો. તે વખતે પણ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થયો હતો.
સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ મિટિંગમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી કે માર્ચ મહિનાની સેલરી સાથે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના મોંઘવારી ભથ્થું મળવા લગાશે. આપને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થું એટલા માટે આપવામાં આવે છે કે જ્યારે મોંઘવારીમાં વધારો થાય તો કર્મચારીઓના દૈનિક જીવન સ્તરમાં પૈસાના કારણે કોઈ મુશ્કેલી ન આવે.
આ મૂડી સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. આપને જણાવી દઈએ કે આની શરૂઆત વિશ્વ યુદ્ધ દરમિયાન થઈ હતી. જ્યારે ભારતમાં મુંબઈના કાપડ ઉદ્યોગમાં 1972માં પહેલા મોંઘાવારી ભથ્થાંની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારે દરેક સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવાની વાત કરી હતી.
હવે કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ 17 ટકાથી વધીને 21 ટકા થઇ ગયો છે. ચાર ટકા ડીએ વધારવાના નિર્ણયથી સરકારી તિજોરી પર 14,595 કરોડ રૂપિયાનો બોજ પડશે. કેન્દ્રીય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં ઉત્પન્ન થતા સૂકા નાળિયેરના ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સૂકા નાળિયેરના ટેકાના ભાવ 9521 રૂપિયા હતો જેમાં 439 રૂપિયાનો વધારો કરીને 9960 રૂપિયા કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી 30 લાખ ખેડૂતોને લાભ મળશે. જાવડેકરે જણાવ્યું હતું કે દેશમાંથી યુરિયાની નિકાસ વધે અને આયાત પર નિર્ભર રહેવું ન પડે તે માટે દેશમાં યુરિયાનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.