ગઈકાલના રોજ કોરોના વાયરસના જોખમને કારણે ગુજરાત રાજ્ય સરકારે આદેશ કર્યો હતો કે, સોમવારથી રાજ્યની તમામ શાળા-કૉલેજ તથા સિનેમાઘર બંધ રહેશે. ત્યારે આજે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી એક શાળા ચાલું હતી. જેમાં વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી. નિકોલ વિસ્તારમાં આવેલી મધરલેન્ડ સ્કૂલ ચાલું હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન સ્કૂલ ખાતે આવી પહોંચેલા વાલીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, સરકારનો પરિપત્ર સ્કૂલને સવારે મળ્યો છે. આથી સ્કૂલ બંધ રાખવા અંગે હવે કોઈ નિર્ણય લેવામાં આવશે.
સુરતમાં પણ ભરથાણા વિસ્તારમાં આવેલી જી.ડી. ગોએન્કા સ્કૂલ રાજ્ય સરકારના આદેશનું ઉલ્લંઘન કરીને શરૂ રાખવામાં આવી હતી. આ બાબતે શાળાનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે, શાળા દ્વારા વિદ્યાર્થીઓને પેપર બતાવવાના હોવાથી વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે. શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ છે. જ્યારે શાળામાં હાજર વિદ્યાર્થીઓની સંખ્યા પૂછવામાં આવી ત્યારે શાળા દ્વારા મૌન સેવવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.