કામરેજ તાલુકાના કઠોદરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે ચૂંટણી કાર્ડમાં મોટો છબરડો બહાર આવતા લોકોએ સુધારા માટે દોડધામ શરૂ કરી છે. ચૂંટણી પંચ દ્વારા તા.22-12-2019થી તા.12-1-2020 દરમિયાને ચૂંટણી પંચ દ્વારા મતદાન યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત અલગ-અલગ વિસ્તારોમાં કેમ્પ રખાયા હતા. આ કેમ્પમાં ખાસ કરીને કામરેજ તાલુકાના કઠોદરામાં બનેલી સોમેશ્વર વિલા સોસાયટી સહિતની નવી સોસાયટીના રહીશો દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને સરનામું સુધારવા માટે ફોર્મ ભર્યુ હતું.
થોડા સમય પહેલા આ અરજદારોને તેમના ઇલેક્શન કાર્ડ મોકલી આપવામાં આવ્યા હતા. જોકે, આ કાર્ડમાં નામ અલગ હતા અને ફોટા અલગ હતા. કેટલાક માં તો સ્ત્રીનો ફોટો અને પુરૂષના નામનો કાર્ડ હતો. તો કેટલાક કાર્ડમાં તો
પિતાને પુત્ર અને પુત્રને પિતા બનાવી દેવામાં આવ્યા હતા. સ્થાનિકોના કહેવા પ્રમાણે અંદાજે 3000 જેટલા કાર્ડમાં આ રીતની ગંભીર ભૂલ થઇ છે. જેના કારણે કાર્ડમાં સુધારા કરવા માટે લોકોએ દોડધામ શરૂ કરી છે.
ઇલેક્શન કાર્ડ ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સ, રાશન કાર્ડ, સહિત 15 પૈકીના કોઇપણ પુરાવા બતાવી મત આપી શકાય, »ડો.ધવલ પટેલ, જિલ્લા કલેકટર
કાર્ડમાં સુધારો કરી આપવામાં આવશે તે આ અંગે ફરિયાદ આવી છે. આ ભૂલ થવા પાછળનું કારણ જાણવા માટે કામરેજ મામલતદારને જણાવ્યું છે. નવા ઇલેક્શન કાર્ડ બનાવી આપવામાં આવશે.
– એચ.આર.કેલૈયા, ચૂંટણી અધિકારી.
આગામી તા.22મીએ કઠોદરા તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનારી છે. ત્યારે ઈલેક્શન કાર્ડમાં આ છબરડા બહાર આવતા સ્થાનિક લોકો હેરાન થઇ ગયા છે. અને તેને મત આપવા મળશે કે કેમ તેવો સવાલ ઉભો થયો છે. ઋહિતેશ જાની, સ્થાનિક
સોમેશ્વર સોસાયટીમાં 121કાર્ડમાં છબરડા
અમારી સોસાયટીમાં રહેતા લોકોએ સરનામું બદલવા ફોર્મ ભર્યું હતું. જેમાંથી 121 લોકોના કાર્ડમાં ભૂલ છે. ) શૈલેષ જાની, સોમેશ્વર વિલા સોસાયટી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.