CM યોગી આદિત્યનાથને આતંકી કહેનાર વકીલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો દાખલ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આતંકવાદી કહેવાના આરોપમાં કાનપુર જિલ્લા અદાલતના એક વકીલ વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ નોંધીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, અબ્દુલ હન્નાન નામના વકીલે રવિવારે રાજ્યના સૂચના વિભાગના મીડિયા સલાહકાર શલભ મણિ ત્રિપાઠીના એક ટ્વિટ પર કોમેન્ટ કરી હતી. અસલમાં ત્રિપાઠીએ રાજ્ય વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ભાષણનો એક ભાગનો વીડિયો ટ્વિટ કર્યો હતો.

આ વીડિયોમાં મુખ્યંમત્રી નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી)ના વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસે કરેલા લાઠીચાર્જનું સમર્થન કરી રહ્યાં છે. આ વીડિયોને શેર કરીને ત્રિપાઠીએ ટ્વિટ કરતા કહ્યું હતુ કે, ‘તમે દસ્તાવેજ બતાવશો નહીં અને દંગાઓ પણ ફેલાવશો તો અમે લાઠી પણ ચલાવીશું, ઘર-બાર પણ વેચાઇ મારીશું અને હાં પોસ્ટર પણ લગાવીશું.’

વકીલ હન્નાને ત્રિપાઠીના આ પોસ્ટને રિટ્વિટ કરીને યોગી આદિત્યનાથને આતંકવાદી કહ્યું હતુ. એક અન્ય ટ્વિટમાં હન્નાને કહ્યું હતુ કે, તેઓ સીએએ વિરોધ પ્રદર્શનકારીઓને ફ્રિમાં કાયદાકીય મદદ ઉપલબ્ધ કરાવશે.

તેમને સંવિધાનનું સન્માન કરનાર લોકોને તેમને પોતાને ફોલો કરવાની અપિલ કરી અને તેમના ટ્વિટને શેર કરવાનો આગ્રહ પણ કર્યો હતો. આ આખા ઘટનાક્રમ પર કલ્યાણપુર પોલીસ સ્ટેશનના એચએચઓ અજય સેઠે કહ્યું, ‘અમે તે વ્યક્તિ વિરૂદ્ધ એફઆઈઆર નોંધી લીધી છે. તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને અદાલત સામે રજૂ કર્યા બાદ જેલમાં મોકલી દેવામાં આવશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *