વિદ્યાર્થીઓના કરિયરની મજાક: બોર્ડની ઉત્તરવહી હાઇવે પર ઉડતી જોવા મળી

ગઈકાલે જ બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ છે.  ધોરણ 10 બોર્ડની પરીક્ષાના પેપર રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર વીરપુર નજીક ઓવરબ્રિજ પાસે રસ્તા પર રળઝળતી હાલતે મળી આવતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. રસ્તા પર રળઝળતી હાલતે ગુજરાતી ભાષાની ઢગલાબંધ ઉત્તરવહી મળી આવી છે. ચાલુ વર્ષે વિરપુરમાં પેપર ચેકીંગનું મધ્યસ્થ કેન્દ્ર ફાળવ્યું છે. જેથી સવારે એસએસસી બોર્ડના પેપરો ચકાસણી માટે આવેલા એક શિક્ષકને આ પેપર મળી આવ્યા હતા. આ ઉત્તરવહી જોતા તેની સીરીઝ A1 છે. એટલે કે, મહેસાણાના પરીક્ષાર્થીઓની ઉત્તરવહી હોવાની શંકા છે.

આમ પેપરો રસ્તે રઝળતા કરીને વિદ્યાર્થીઓના ભાવિ સાથે આવી રીતે ચેડા થતા હોવાનું નજરે પડ્યું છે. રાત-દિવસ ઉજાગરા કરી પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓની ઉત્તરવહી રસ્તા પર રઝળતી હાલતમાં મળતા શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ફાટેલી હાલતમાં ઉત્તરવહી કોણ નાંખી ગયું તે તપાસનો વિષય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *