આખી દુનિયામાં કોરોના વાયરસથી થઈ રહેલા મોતોનો આંકડો સાત હજાર પાર થઈ ગયો છે. સવા લાખથી વધારે લોકો આની ચપેટમાં છે. ચીનથી લઈને ઈટાલી સુધી બધા જ દેશોમાં લોકો જીવલેણ મહામારીથી બચવા માટે પોતાની સરકારી સ્વાસ્થ્ય વ્યવસ્થાના શરણમાં છે. પરંતુ ભારતમાં સ્થિતિ કંઇક ઉંધી છે. અહીં ઘણા બધા લોકોને સરકારની વ્યવસ્થા પર શક છે કે, તે કોરોના વાયરસથી તેમને બચાવી શકશે. જેના કારણે સ્વાસ્થ્ય અધિકારીઓની પરિસ્થિતિ વધારે કફોડી બની ગઈ છે.
9 માર્ચે કર્ણાટકના મેંગલુરૂમાં પણ કોરોના વાયરસનો એક સંદિગ્ધ સરકારી હોસ્પિટલમાં બનેલ આઈસોલેશન વોર્ડમાંથી ભાગી ગયો હતો. તેની દલીલ હતી કે, તે પ્રાઈવેટ હોસ્પિટલ જવા માંગે છે, જેથી તેની સારી રીતે સારવાર થઈ શકે. હરિયાણાના માનેસરમાં પણ કેટલાક દર્દીઓએ સેના દ્વારા શરૂ કરાયેલા એક કેન્દ્રમાં યોગ્ય સુવિધાઓની માંગ કરીને હંગામો કર્યો હતો. જેના કારણે પોલીસ બોલાવવી પડી હતી.
આગ્રામાં એક મહિલા પાછળ અઠવાડિયે આઈસોલેશન વોર્ડમાંથી ભાગી ગઈ છે. આ મહિલાના પતિમાં કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ થઈ ગઈ હતી. પાછળથી ખબર પડી કે, હાલમાં જ યૂરોપથી પરત ફરેલી આ મહિલા સરકારી સ્વાસ્થ્ય કેમ્પમાં દાખલ થવા ઈચ્છતી નહતી. હોસ્પિટલમાંથી ભાગી છૂટવાનું કારણ આગ્રાની એસએન દ્વિવેદી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બનેલ આઈસોલેશન વોર્ડના ગંદા ટોયલેટ હતા એવો તેના ઘરના લોકોનો દાવો છે. હવે આ મહિલાના સસરા પર મહામારી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં બે વર્ષ સુધી જેલની જોગવાઇ છે.
આગ્રા જેવો જ એક કેસ મુંબઈમાં પણ જોવા મળ્યો. અહીં અંકિત ગુપ્તા નામના એક વ્યક્તિએ શહેરના કસ્તુરબા હોસ્પિટલમાં ફેલાયેલી ગંદકીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી. સરકારે અહીં જ કોરોના વાયરસના દર્દીઓ માટે આઈસોલેશન વોર્ડ બનાવ્યો છે અને અંકિતનો એક દોસ્ત અહીં દાખલ છે. વધારે દૂરની વાત કરવી નથી પરંતુ આપણા સુરતની જ સરકારી હોસ્પિટલમાંથી કોરોનાનો શંકાસ્પદ દર્દી ભાગી છૂટ્યો હતો. તે થોડા દિવસ પહેલા જ ચીનથી ભારત પરત ફર્યો હતો. ખાસી-શરદી વગેરે જેવા લક્ષણો હોવાના કારણે તેને પણ આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. જોકે, રિપોર્ટ આવે ત્યાર સુધીમાં જ તે હોસ્પિટલમાંથી ભાગી નિકળ્યો હતો. તે દર્દીનું શું થયું તેના વિશે કોઈ જ અપડેટ પણ આવ્યું નહતું.
આવો જ એક કિસ્સો નાગપુરમાંથી સામે આવ્યો હતો. જેમાં દર્દીઓ હોસ્પિટલમાંથી સ્નેક્સ ખાવાના બહાનાથી ભાગી છૂટ્યા હતા. તેમને પકડવા માટે પોલીસે પણ હાઇએલર્ટ કરી આખા શહેરમાં નાકાબંધી કરવી પડી હતી. મહામહેનતે ફરીથી દર્દીઓને પકડવામાં આવ્યા હતા.
એક વાત તો નક્કી છે કે ભારતના લોકોને સરકારી સુવિધાઓ પર લેસ માત્ર પણ ભરોસો નથી. તેમને સરકારી દવાખાનામાં જતા ડર લાગે છે. પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પણ ભણાવવા જાણતા તૈયાર નથી. મોટા ભાગના લોકો પ્રાઇવેટ સંસ્થાઓ પર ભરોસો મૂકે છે. એનું એક કારણ સરકારી દવાખાનાઓની બેદરકારી પણ છે. સરકારી દવાખાનામાં સ્વચ્છતા હોતી નથી અને દર્દી નો ઈલાજ પણ યોગ્ય થતો નથી. અન્ય દેશોની જેમ ભારતે પણ પોતાની સરકારી સેવાઓ સુધારવા પર ધ્યાન આપવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.