દુનિયા કોરોનાથી મરી રહી છે, અને ભારતના આ 100 વર્ષીય વૃદ્ધે તેમની પ્રેમિકા જોડે કર્યા લગ્ન. જુઓ તસ્વીર

સામન્ય રીતે જેના 100 વર્ષ તો શું, પણ જેની ઉમર 60 થી ઉપરની ઉમરના લોકો એવું વિચારે છે કે હવે આપણે નિવ્રુત્તી અંગે વિચારે છે.…

સામન્ય રીતે જેના 100 વર્ષ તો શું, પણ જેની ઉમર 60 થી ઉપરની ઉમરના લોકો એવું વિચારે છે કે હવે આપણે નિવ્રુત્તી અંગે વિચારે છે. પણ અહિયાં એક 100 વર્ષના દાદાએ આ ઉંમરે લગ્ન કર્યા છે. BBCમાં કામ કરનારા 100 વર્ષના ફિલ્મમેકર યાવર અબ્બાસે કોરોના વાયરસના ખૌફ વચ્ચે તેમની પ્રેમિકા નૂર ઝહીર જોડે લંડનમાં લગ્ન કરી લીધા. બંનેએ નક્કી કરેલી તારીખના 10 દિવસ પહેલા લગ્ન કરી લીધા છે.

બ્રિટિશ સરકારે કોરોના વાયરસના વધતા પ્રકોપને કારણે 70થી વધુ વર્ષના વૃદ્ધોને પોતાના ઘરેથી નીકળવાની ના પાડી સેલ્ફ આઈસોલેશનમાં રહેવાની ફરજ પાડી છે. બ્રિટિશ આર્મીમાં ફોટોગ્રાફર રહી ચૂકેલા અબ્બાસે બર્મામાં બીજુ વિશ્વ યુદ્ધ કવર કર્યું હતું. જાપાનીઓના સમપર્ણ કરવા સમયે તેઓ ત્યાં મોજૂદ હતા. એક્ટિવિસ્ટ અને લેખિકા ઝહીર સાથે તેમના લગ્ન 27 માર્ચના રોજ લંડનમાં નક્કી હતા.

લગ્ન માટે રજિસ્ટ્રેશન ઓફિસ તરફથી તેમને જણાવવામાં આવ્યું હતું કે 1 મહિના સુધીના સેલ્ફ આઈસોલેશનના પીરિયડ દરમિયાન મેરેજ રજિસ્ટર થશે નહીં. માટે પ્રેમી યુગલે વધુ રાહ નહીં જોતા 17 માર્ચના રોજ લગ્ન કરી લીધા. તેમણે જણાવ્યું કે, અમે વાયરસના ખતમ થવા સુધીની રાહ જોઈ શકતા નહોતા. માટે નક્કી સમય પહેલા જ લગ્ન કરી પોતાને ઘરમાં આઈસોલેટ કરવાનો નિર્ણય લીધા. અમે ઘરમાં જ સમય પસાર કરી રહ્યા છે.

UPના ચરખારીમાં જન્મેલા અબ્બાસે ફોટોગ્રાફર બનતા પહેલા લખનૌ અને અલ્હાબાદમાં અભ્યાસ કર્યો હતો. વિશ્વ યુદ્ધ ખતમ થયા પછી તે બ્રિટન ચાલ્યા ગયા અને BCC સાથે જોડાઈ ગયા. ત્યાર બાદ ત્યાં તે ફિલ્મમેકર બની ગયા. તો ઝહીર એક પ્રગતિશીલ લેખલ સજ્જાદ ઝહીર અને રજિયાની દીકરી છે. તેમની બહેન નાદિરા બબ્બર એક જાણીતા થિએટર પર્સનાલિટી છે. જેમણે અભિનેતાથી નેતા બનેલ રાજ બબ્બર જોડે લગ્ન કર્યા છે.

100 વર્ષની મોટી ઉંમરે લગ્ન કરવા પર અબ્બાસ જણાવતા કહે છે કે, જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો તો ઉંમર બાધા હોતી નથી. હું 12 વર્ષથી ઝહીરને જાણું છું અને પાછલા 1 વર્ષમાં અમે વધારે નજીક આવી ગયા. અમે પ્રેમી તરીકે નહીં પણ પતિ-પત્નીના રૂપમાં જીવન પસાર કરવા માગતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *