ભારતમાં લોકડાઉનનું પાલન કરવા પોલીસ ભારે મહેનત કરી રહી છે. પોલીસ જવાનો ખડે પગે રસ્તા પર ઉભા રહ્યા છે ત્યારે એક ટોચના પોલીસ અધિકારીએ તેમનો પુત્ર વિદેશથી પાછા ફર્યા બાદ તંત્રને આ અંગે જાણ કરી નહોતી. હવે પિતા પુત્ર બંને કોરોના પોઝિટિવ હોવાનુ નિદાન કર્યુ હતુ. મળતી વિગતો પ્રમાણે તેલંગાણામાં ડીએસપી તરીકે ફરજ બજાવતા એસ એમ અલીનો પુત્ર 18 માર્ચે લંડનથી પાછો ફર્યો હતો. નિયમ પ્રમાણે તેમણે આ બાબતે તંત્રને સૂચના આપવાની હતી પણ તેમણે કોઈ જાણ કરી નહોતી.
ડીએસપીનો પુત્ર એ પછી એક પારિવારિક સમારોહમાં પણ સામેલ થયો હતો. હવે પિતા અને પુત્ર બંનેના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેના પગલે આ પોલીસ અધિકારી સામે માહિતી છુપાવવા બદલ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. તેમના ઘરની આસપાસનો વિસ્તાર પણ કોરેન્ટાઈન કરવામાં આવ્યો છે. તેમના પત્ની તથા સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મીઓને પણ આઈસોલેટ કરવામાં આવ્યા છે.
સંક્રમિત લોકોની સંખ્યા 600 ને પાર
ભારતમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. દેશના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ કોરોના સંક્રમણના સંકજામાં આવી ગયા છે. સંક્રમિતોની સંખ્યા બુધવારે સવાર સુધી 598 થઈ ગઈ છે, અને અત્યાર સુધી 11 લોકોના જીવ ગયા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 100ને પાર થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સત્તાવાર દર્દીઓ 101 નોંધાયા છે. બીજા નંબરે કેરળમાં કુલ 95 કેસ નોંધાયા છે. જ્યારે કે કર્ણાટકમાં 37 કેસ દાખલ થયા છે. આ તરફ મણિપુરમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો છે. 23 વર્ષીય સંક્રમિત યુવતી તાજેતરમાં જ બ્રિટનથી પાછી આવી હતી. બીજી તરફ કોરોનાના સંક્રમણને ફેલાવાથી રોકવા માટે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સંપૂર્ણપણે લોકડાઉનની જાહેરાત કરી છે.
ગુજરાતમાં કોરોનાની તાજા જાણકારી માટે અહિયાં ક્લિક કરો