મોદી સરકારની એક ભૂલના કારણે 134 કરોડ લોકો ઘરમાં કેદ, 1 મહિના પહેલા લેવો જોઈએ આ નિર્ણય

દેશમાં 21 દિવસના લોકડાઉન મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આજે લોકડાઉનનો બીજો દિવસ છે. તેમ છતાં કોરોનાની સંખ્યા સતત વધતી જોવા મળી રહી…

દેશમાં 21 દિવસના લોકડાઉન મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આજે લોકડાઉનનો બીજો દિવસ છે. તેમ છતાં કોરોનાની સંખ્યા સતત વધતી જોવા મળી રહી છે. આગળના મહિનામાં ટ્રમ્પના સ્વાગતમાં પડેલી મોદી સરકારે કોરોના રોકવામાં શરૂઆતથી જ આ જ પ્રકારની સાવચેતી રાખી હોત તો આજે જે સ્થિતિ છે તેને આપણે રોકી શક્યા હોત. કોરોના વાયરસ વિશ્વમાં ફેલાયા પછી દેશમાં 14 લાખ અને ગુજરાતમાં 27 હજાર લોકો વિદેશથી આવ્યા છે. સરકારે આ 14 લાખ લોકોને હોમ ક્વોરંટાઈનમાં રાખ્યા હોત તો આજે 134 કરોડ લોકોને ઘરમાં કેદ થવાની ફરજ ના પડી હોત.

કોરોના વાયરસ વિશ્વમાં ફેલાય રહ્યો તે સમયે મોદી નમસ્તે ટ્રમ્પ તો વળી, રૂપાણી રાજ્યસભાની ચૂંટણીમાં વ્યસ્ત રહ્યાં. ગુજરાતમાં 43 પોઝિટીવ કેસોની સંખ્યામાં 35થી વધારે કેસો વિદેશથી આવનાર છે. જો રૂપાણી સરકારે પહેલેથી જ હોમ ક્વોરંટાઈનનો નિર્ણય લીધો હોત તો આજે 6.5 કરોડ ગુજરાતીઓ ઘરમાં કેદ ન હોત. ઘરમાં લોકો કેદ હોવાના કારણે કોરોના કરતાં ભૂખમરાથી લોકો વધુ મરી જશે.

દેશમાં કોરોના વકરવાનો છે એતો નક્કી જ છે. મોદી પોતે કબૂલી ચૂકયા છે કે, 21 દિવસ લોકડાઉન ન રહ્યાં તો 21 વર્ષ પાછળ રહી જઈશું. ગુજરાતમાં 10 દિવસ પહેલાં વિદેશથી આવનારા લોકો માટે સ્કેનિંગ સિવાય કોઈ વ્યવસ્થા ન હતી. હાલમાં 27 હજાર ઘરમાં ઘૂસેલા વ્યક્તિઓમાંથી તો ગુજરાત સરકારને 7 હજાર શંકાસ્પદો મળી રહ્યાં નથી. રૂપાણી સરકારે દરેક જિલ્લામાં હાલમાં ઉભી કરાયેલી વ્યવસ્થા પ્રમાણે જો આ એક મહિના પહેલાં શરૂઆત કરી હોત તો આ સ્થિતિ ના હોત. દેશના આરોગ્યતંત્રની બેદરકારીને કારણે આજે કરોડો લોકોના જીવ જોખમમાં મૂકાયા છે.

https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *