કોરોના સામે લડવા માટે કેન્દ્રીય મંત્રીઓ એ પોતાની કમાન સંભાળી લીધી છે. તમામ મંત્રી પ્રભાવ વાળા રાજ્યોમાં તમામ કલેકટરોને કહી દીધું છે કે દરેક ગામ, જિલ્લાઓ સુધી જે લોકોની સ્થિતિની જાણકારી લે. સ્થિતિનું અવલોકન કરી સરકારને જાણકારી આપે. જેથી તે લોકો માટે દરેક જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય. તેમને જાગૃત કરી અને lockdownની સ્થિતિ સુનિશ્ચિત કરાવે.
હાલમાં જ ચોંકાવનારી જાણકારી મળી રહી છે. જેમાં સરકારી સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે lockdown ની સમય મર્યાદા વધારી શકાય છે. એક અઠવાડિયામાં સંક્રમણ પ્રભાવિત દર્દીઓની સંખ્યા ને જોતા આ વિશે નિર્ણય કરવામાં આવશે.રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્રીય મંત્રી ઓ એ પણ ગામથી લઇ જિલ્લા સુધી ઝડપથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. માનવામાં આવી રહ્યું છે કે શરૂઆતના બે દિવસોમાં જ તેના સારા પરિણામો મળી શકે છે. સૌથી વધારે નજર એવા લોકો પર રાખવામાં આવી રહી છે જે શહેરોમાંથી પલાયન કરી ગામડાઓમાં પહોંચ્યા છે.
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રીઓ પાસેથી રોજના રિપોર્ટ માંગ્યા છે. જેમાં રોગીઓને અલગ કરવાની સુવિધા, આવશ્યક વસ્તુઓ ની ઉપલબ્ધતા ના પ્રભાવ થી લડવાના રિપોર્ટ પણ આપવાનું કહેવામાં આવ્યું છે. જાણકારી માટે જણાવી દઈએ કે કોરોનાવાયરસ થી દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાવાયરસના 75 નવા કેસ સામે આવી ચૂક્યા છે, જેનાથી પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 724 થઈ ચૂકી છે.
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/