કોરોનાવાયરસ ના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર ચાલી રહેલ મંદિનો ફાયદો હવે સામાન્ય માણસોને મળી રહેલો દેખાઈ રહ્યો છે. સીએનજી બાદ હવે ઘરગથ્થુ ગેસની કિંમતોમાં પણ ઘટાડો થયો છે. દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એ રાંધણ ગેસની કિંમતોમાં રાજધાનીમાં નોન સબસીડી સિલેન્ડર પર 61 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં સિલિન્ડરની કિંમત 744 રુપિયા થઈ ગઈ છે. માર્ચમાં આ રાંધણગેસ સિલિન્ડર 805 રૂપિયામાં મળી રહ્યો હતો. નવી કિંમતો 1 એપ્રિલ એટલે કે આજથી લાગુ થઈ જશે.lockdown વચ્ચે આ ઘટાડાને સામાન્ય માણસો માટે મોટી રાહત માનવામાં આવી રહી છે.
દેશના ચાર મહાનગરોમાં ઘટાડો
શહેર | જુનો ભાવ | નવો ભાવ | ઘટાડો |
દિલ્હી | 805.50 | 744.00 | 61 |
કલકત્તા | 839.50 | 774.50 | 65 |
મુંબઈ | 776.50 | 714.50 | 62 |
ચેન્નાઈ | 826.00 | 761.50 | 64.50 |
હવે દરેક સિલિન્ડર પર 291 રૂપિયાની સબસીડી
ફેબ્રુઆરીમાં એલપીજીની કિંમતમાં અચાનક વધારા બાદ સરકારે ગેસ સિલિન્ડર પર મળનારી સબસિડીને લગભગ બે ગણી કરી દીધી હતી.પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય એક નિવેદન આપી કહ્યું હતું કે રાજધાની દિલ્હીમાં પ્રતિ સિલિન્ડર 153 રૂપિયાની સબસિડી ને વધારી 291 રૂપિયા કરી દેવામાં આવી છે.આ જ પ્રકારે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત વહેંચવામાં આવેલ કનેક્શન પર સબસિડીને 174 થી વધારી 312 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઘરગથ્થુ ગ્રાહકોને એક વર્ષમાં ૧૨ સિલિન્ડર પર સબસીડી મળે છે. તેનાથી વધારે ખરીદવા ઉપર બજારભાવથી તેમને ખરીદવા પડશે.