કોરોનાવાયરસના આક્રમણનો જવાબ દેવા માટે દેશ દુનિયાના ડોક્ટર પોતાના જીવનને દાવ ઉપર લગાવી દર્દીઓનો ઇલાજ કરી રહ્યા છે. ડોક્ટરો અને નર્સ વગર કોઈ આરામ કરીએ સતત બે ત્રણ દિવસો સુધી દર્દીઓનો ઇલાજ કરી રહ્યા છે.આ દરમિયાન તેઓ પોતાના ઘર કે પરિવારજનોની કોઈ ખબર અંતર પૂછી શકતા નથી અને તેઓના તબિયતના પણ હાલચાલ પૂછી શક્યા નથી. તેમ છતાં દર્દીઓના ઇલાજમાં કોઈપણ પ્રકારની લાપરવાહી નથી કરી રહ્યા.
પાંચ દિવસ બાદ ઘરના દરવાજા સુધી પહોંચ્યા ડોક્ટર
ભોપાલના ડોક્ટર સુધીર એવા જ એક ડોક્ટર છે. ડોક્ટર સુધીર ભોપાલના ચીફ મેડિકલ એન્ડ હેલ્થ ઓફિસર છે. ભોપાલમાં તેવો કોરોના દર્દીઓનો ઇલાજ કરી રહ્યા છે. ચીફ મેડિકલ ઓફિસર હોવાના કારણે આખા જિલ્લાની જવાબદારી તેમના ઉપર છે.
ડોક્ટર સુધીર પોતાના કામમાં એટલા વ્યસ્ત હતા કે પાંચ દિવસ સુધી પોતાના ઘરે ન આવી શક્યા.પાંચ દિવસ બાદ જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો પોતાની જવાબદારીનો ખ્યાલ રાખતાં તેઓ ઘરની અંદર ન ગયા. ઘરના મુખ્ય દરવાજા થી પાંચ ફૂટ દૂર બેઠા, ત્યાં બેઠા બેઠા છે તેમણે ચા પીધી, ઘરવાળા ના ખબર અંતર પૂછ્યા અને પાછા ફરી કામ પર ચાલ્યા ગયા.