અમેરિકામાં કોરોનાવાયરસ નો કહેર ઝડપથી વધી રહ્યો છે. ફક્ત ન્યુયોર્કમાં 776 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. શહેરમાં ૭ કલાકમાં જ 98 લોકોનું મૃત્યુ થયું છે. તેમજ સોશિયલ મીડિયા પર એવી તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં કોરોનાવાયરસ પીડિત લાશોને ઠંડા ટ્રકોમાં રાખવામાં આવી રહી છે.
ન્યૂયોર્કના બ્રુકલીનના એક હોસ્પિટલમાં બહાર ઊભેલા ટ્રકમાં લાશ રાખવાના ફોટોગ્રાફ ત્યાંથી પસાર થતી એક નર્સે ક્લિક કરી છે. મૈનહટન ની એક નર્સે પણ ટ્રકમાં લાશને રાખવાની તસવીર શેર કરી છે.
અમેરિકાનું ન્યુયોર્ક કોરોનાથી ખરાબ રીતે સંક્રમિત થઈ ગયું છે. અહીંયા સંક્રમિત લોકોની સંખ્યા 33700થી વધારે થઈ ચૂકી છે. તેમજ 776 લોકોનો જીવ ભરખી ચૂક્યો છે. ન્યુયોર્કને અમેરિકામાં કોરોના નું કેન્દ્ર કહેવામાં આવી રહ્યું છે.
તેમજ અમેરિકામાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 142000 પાર કરી ચૂકી છે. તેમજ 2500થી વધારે લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે.
ડેલી મેલના રિપોર્ટ અનુસાર સ્થાનિક અધિકારીઓએ કહ્યું છે કે 11 સપ્ટેમ્બર 2001ના હુમલા બાદ આ અત્યાર સુધી સૌથી વિકટ પરિસ્થિતિ છે જ્યારે આટલી મોટી સંખ્યામાં લાશને રાખવા માટે અસ્થાઈ શબ ગ્રુહ બનાવવાની જરૂર પડી છે.
તેમજ અમેરિકામાં સંક્રમણની વધતા સંખ્યાને જોતાં ઘણી હોસ્પિટલ બનાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. ઘણી લક્ઝરી હોટલ ને પણ હોસ્પિટલમાં બદલવામાં આવી રહી છે. નેવીના એક જહાજને પણ હજાર બેડ સાથે તૈયાર રાખવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે દુનિયામાં કોરોના થી સંક્રમિત લોકોની સંખ્યા 729385 સુધી પહોંચી ગઈ છે, તેમજ 35019 લોકો અત્યાર સુધી જીવ ગુમાવી ચૂક્યા છે.
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/