આ પાંચ કારણોથી પુરૂષો યુવાનીમાં જ થાય છે ટાલીયા, બચવાના ઉપાય અજમાવો..

આજના સમયમાં યુવાનોમાં સૌથી વધુ સમસ્યા હોય તો તે છે વાળ ખરવાનું. 20થી 29ની ઉંમરના પુરુષોને વાળ ખરવાનું શરૂ થઈ જાય છે. વાળના ખરવાની આ પ્રકારના કારણોમાં આનુવંશિક પણ હોય છે, પરંતુ યુવાનોની લાઈફ સ્ટાઈલમાં સ્ટ્રેસ, સ્મોકિંગ અને હોર્મોન્સની સમસ્યાઓ 20ની ઉંમર પછી જ શરૂ થાય છે. તેને લીધે 20થી લઈને 40ની ઉંમર સુધીના લોકો બાલ્ડનેસના લક્ષણો વધુ દેખાવા લાગે છે. અનેક લોકો 40ની ઉંમર સુધી તો ટાલા થઈ જાયછે. ટાલની સમસ્યા પુરુષોમાં જ નહીં પણ, મહિલાઓમાં પણ આવે છે. શરીરમાં એન્ડ્રોજેનની  હાઈપોથાઈરોઈડની સ્થિતિમાં પણ ટાલનું કારણ હોઈ છે.

ટાલ શું હોય છે ?

ટાલની સ્થિતમાં માથામાંથી વાળ ખૂબ જ ઓછા થઈ જાય છે. ટાલની માત્રા ઓછી કે વધુ હોઈ શકે છે. ટાલને એલોપેસિયા પણ કહે છે. હવે અસામાન્ય રીતે ખૂબ જ તેજીથી વાળ ખરવા લાગે તો નવા વાળ એટલા જ તેજીથી નથી ઊગતા કે પછી તે પહેલાના વાળથી વધુ પાતળા કે નબળા ઊગે છે. તેને લીધે વાળનું ઓછું થવું કે ઓછા ઘાટ્ટા થવાનું શરૂ થઈ જાય છે આવી સ્થિતમાં સચેત થઈ જવું જોઈએ, કારણ કે આ સ્થિતિ ટાલની તરફ ઈશારો કરે છે.

ટાલ પડવાના કારણોઃ-

આનુવંશિકઃ-
વધુ યુવાનોમાં ટાલનું કારણ આનુવંશિક હોયછે. એવી સ્થિતિમાં તેનો ઈલાજ કરવો મુશ્કેલ બની જાય છે. તેને લીધે 20ની ઉંમર પછી જ વાળ ખરવાનું શરૂ થઈ જાય છે.

ગંભીર રીતે બીમાર પડવું કે તાવ આવવાથીઃ-
ઘણીવાર કોઈ બીમારીની અસર પણ વાળ ઉપર પડે છે, વાળના મૂળ નબળા થવા લાગે છે. પછી વાળ ખરવા લાગે છે અને અંતે ટાલ પડી જાય છે. માત્ર એટલુ જ નહીં, ક્યારેક-ક્યારે દવાઓના સાઈડીફેક્ટથી પણ વાળ ઝડપથી ખરી જાય છે.

આ કારણે પણ પડે છે ટાલઃ-

સ્ટ્રેસ થવોઃ-
વધુ સ્ટ્રેલ થવાને લીધે ટાલની સમસ્યા થાય છે. ટ્રિચોલોજિસ્ટ અને હેયર એક્સપર્ટ્સ આ વાત માને છે કે તણાવ એલોપ્સિયા એરિટા, ટેલોજેન ઈફ્લુવિયમ અને ટ્રિચોટિલોમાનિયાને ઉત્તેજન આપે છે. તે બાલ્ડનેસ કે ટાલનું મુખ્ય કારણ છે.

ન્યૂટ્રિશન યોગ્ય ન હોવુઃ-
વાળના ખરવામાં ડાયટનો પણ મહત્વનો રોલ હોય છે. બોડીમાં પ્રોટીન, વિટામીન અને મિનરલ્સની ખામી હોય તો પણ વાળને યોગ્ય પોષણ નથી મળતું, જેને લીધે વાળ ખરે છે. બૈલેન્સ્ડ અને હેલ્દી ડાયટ લેવાથી પણ વાળને પોષણ મળે છે. હેલ્દી ફૂડ બોડીના હોર્મોન્સ જેવા ડીએચટીને બેલેન્સ રાખે છે. બોડીમાં ડીએચટી હોર્મોન્સની ખામી થાય તો વાળ ખરવાનું શરૂ થઈ જાય છે.

સ્મોકિંગ કરવુઃ-
બોડીને હેલ્દી અને ફિટ રાખવા માટે રક્તમાં ભરપૂર ઓક્સીજન, ફૂડ અને ન્યૂટ્રિશિની જરૂરિયાત હોય છે. ત્યારે વાળને યોગ્ય પોષણ મળે છે. વાળન હેલ્દી રાખવા માટે મિનરલ્સની પણ જરૂરિયાત હોય છે. સ્મોકિંગ કરવાથી બ્લડમાં ઓક્સીજનનું લેવલ ઓછું થઈ જાય છે અને જે તમે કાર્બન-મોનોક્સાઈડ્સ લો છો, તેનાથી વાળને નુકસાન થાય છે. વાસ્તવમાં તમાકું પીવાથી બ્લડ સરક્યુલેશન ઓછું થઈ જાય છે.  વાળને સૌથી વધુ તમારી લાઈફસ્ટાઈલને પ્રભાવિત કરે છે. આજકાલ ઓછી ઊંઘ, સ્ટ્રેસ હોવું વગેરે જેવી પરેશાનીઓ લાઈફણાં શરૂ થઈ જાય છે. તેનાથી પણ વાળ 20ની ઉંમર પછી જ ખરવાનું શરૂ થઈ જાય છે.

સમય પહેલા ખરતા વાળ માટે શું કરશોઃ-

-સૌથી પહેલા પોતાના ડયટમાં વિટામિન્સ, પ્રોટીન અને બી-3, બી-5, બી-9 અને વિટામીન ઈની માત્રા વધુ રાખો.

-ભોજનમાં મિનરલ્સ જેવા કે જિંક, આયરન અને મગેનનીશિયમ લેવાનું શરૂ કરો. તે તમારા સ્વાસ્થ સુધારવાનું અને ખરતા વાળને રોકે છે.

-મોડેથી સૂવું અને ઓછું સૂવાની આદતોમાં ફેરફાર કરો. કમ સે કમ 7 થી 8 કલાકની સારી ઊંઘ લો અને દિવસમાં ખૂબ જ પાણી પીવાની ટેવ પાડો.

-દૂધ, બદામ, પાલક, ઓરેન્જ, લીલી કોબીજ, ઘઉ, ફિશ, સોયાબીન્સ, ઈંડા, દહીં, લીલા શાકભાજી અને મલ્ટિ વિટામીનવાળી વસ્તુઓ ખાઓ. તમારું ડાયટ બેલેન્સ હોવાથી વાળ પણ સ્વસ્થ રહેશે.

-હોર્મોન્સને યોગ્ય રાખવા માટે ગ્રીન ટી પણ ફાયદાકારક રહે છે. એટલા માટે દિવસમાં એ-બે વાર ગ્રીન ટી પીવો.

જરૂરીઃ- મહિલાઓ, માથાના આગળના ભાગને છોડીને આખા માથામાં વાળ ખરવા લાગે છે. 2009માં એક જાપાનમાં થયેલી શોધથી જાણવા મળ્યું છે કે માનવીમાં વાળ ખરવા માટે એક એસઓએક્સ 21 નામનું જીન જવાબદાર હોય છે.

હેયર ટ્રિટમેન્ટઃ-
હેય ટ્રાન્સપ્લાન્ટમાં એ ભાગ, જ્યાં વાળ હજી પણ સામાન્ય રીતે ઊગતા હોય, ત્યાંથી વાળગ્રંથીઓ લઈને તેને ટાલવાળી જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. તેમાં ત્વચા સંબંધી સંક્રમણનો ખતરો ઓછો રહેતો હોય છે અને એ ભાગમાં કોઈ નુકસાન પણ થવાની સંભાવનાઓ ઓછી રહે છે જ્યાંથી કેશ ગ્રંથીઓ લેવામાં આવે છે.

દવાઓનો ઉપયોગથીઃ-

માઈનોક્સિડિલ નામની દવાનો ઉપયોગ ઓછા વાળ વાળી જગ્યાએ રોજ કરવાથી વાળ ખરવાનું અટકી જાય છે અને નવા વાળ ઊગવા લાગે છે. આ દવા રક્તવાહીનીઓને સશક્ત બનાવે છે જેનાથી પ્રભાવિત ભાગમાં રક્તસંચાર અને હોર્મોન્સની પૂર્તિ વધી જાય છે અને વાળ ખરવાનું બંધ થઈ જાય છે. એક બીજી ફાઈનસ્ટરાઈડ નામની દવાની એક ટેબલેટ રોજ લેવાથી વાળ ખરવાનું અટકી જાય છે અને અનેક મામલાઓમાં નવા વાળ પણ ઊગવા લાગે છે.

આ દવાઓ વાળને ખરવાનું અટકાવી શકે છે. મોટાભાગના કેસમાં એવું જોવા મળ્યું છે કે દવાઓ લેવાનું બંધ કરી દેવાથી નવા વાળ ફરી ખરી જાય છે. તેનાથી વાળ ખંજવાળ જેવી સાઈડી ફેક્ટ થવું તે સામાન્ય વાત છે. તે સિવાય, કોર્ટિકોસ્ટરાઈડ નામ એક ઈન્જેક્શન પણ છે જે એલોપેસિયા એરીટાના મામલામાં ખોપડીની ત્વચામાં આપવામાં આવે છે. આ ઉપચાર સામાન્ય રીતે દર મહિને આપવામાં આવે છે. અનેક વાર એલોપેસિયા એરીટાને લીધે અત્યાધિક વાળ ખરે ત્યારે કોર્ટેકોસ્ટરાઈડ્સ ટેબ્લેટ ખાવાની પણ સલાહ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *